રાજકોટ,
રાજકોટમા માધાપર ચોકડી પર આવેલ પાર્ટી પ્લોટ પાસે યુવકની હત્યા કરવામાં આવી છે. ચોટીલાના મહેશ નામના વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.લાશ મળી આવતા ત્યાંના લોકોએ પોલીસને જાણ કરી હતી અને ગાંધીગ્રામ પોલીસ ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પોલીસને આશંકા છે કે રૂપિયાની લેતી-દેતીમાં હત્યા કરવામાં આવી છે. હાલ તો આ મામલે ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
