Surat News/  જિલ્લા કલેકટરએ ક્ષેત્રિય મુલાકાત દરમ્યાન દબાણ દૂર કરવાની સૂચના આપતા સરકારી જમીન પરનું દબાણ દુર થયું

ઊનાના વરસિંગપુર ગામે સ્વેચ્છાએ લોકોએ ૭૪ લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું.

Top Stories Gujarat

Gir Somnath News : જૂના ઉગલા ગામે આશરે ૯ કરોડ ૫૦ લાખની ૨,૩૪,૯૭૦ ચો.મી. જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતુ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની કલેકટરની મુલાકાત દરમિયાન તાલુકાના ગામોએ રોડ પરના તમામ દબાણો ,જાહેર સ્થળો અને રસ્તાઓ પર નડતરરૂપ વિવિધ હંગામી દબાણો દૂર કરવા સૂચના આપતા, આજરોજ ઉના તાલુકાના વરસિંગપુર ગામે વસીપુર- રાતડ જાહેર રસ્તાની બંને સાઈડના ગામતળ /ગૌચર/ની ૪૯૭૦ ચો. મી. જમીન કુલ કિંમત રૂપિયા ૭૪ લાખ ૫૫ હજારની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી.

તેમજ ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ત્રણેક દિવસથી ચાલુ છે જે અંતર્ગત આજરોજ કુલ ૨૯ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ ૨,૩૦,૦૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે રૂ. ૫ કરોડ ૬૦ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી. આમ જુના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ ૮૦ દબાણદારો દ્વારા દબાણ કરેલ આશરે ૩૯૧૫૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે રૂ. ૯ કરોડ ૫૦ લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી. આગામી દિવસોમાં પણ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી