ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે સિક્સરના કિંગ એવા યુવરાજનો ૩૭મો જન્મ દિવસ છે.
મંગળવારે રાત્રે જ યુવરાજ સિંહે પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. પત્ની હેઝલ કીજ, ક્રિકેટર ઝહિર ખાન, તેમના પત્ની સાગરિકા ઘાટગે અન એબીજા દોસ્તો સાથે જન્મદિવસ મનાવ્યો હતો.
અભિનેત્રી સાગરિકાએ પોતાના એકાઉન્ટમાં બર્થડેની ઉજવણીના કેટલાક ફોટા પણ મુક્યા છે.
https://twitter.com/YUVSTRONG12/status/1072728175979970560
પોતાના જન્મદિવસે તેમણે એક મહત્વપૂર્ણ પ્રતિજ્ઞા લીધી છે. તેમણે એક વિડીયો શેર કર્યો છે જેમાં કહ્યું છે કે પોતાના જન્મદિવસ નિમિત્તે તેઓ કેન્સર પીડિત ૨૫ બાળકોની મદદ પોતાના ફાઉન્ડેશન યુવીકેનમાંથી કરશે.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૧માં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ કપ પછી યુવીને ખબર પડી હતી કે તેમને કેન્સર છે. લાંબા સમય સુધી કેન્સર સામે લડીને તેના પર વિજય મેળવ્યો હતો.
