Mongla Port Strategic Shift: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત માટે એક મોટો વ્યૂહાત્મક આંચકો સામે આવ્યો છે. તારિક રહેમાન સરકાર દ્વારા મોંગલા પોર્ટ પ્રોજેક્ટનું નિયંત્રણ ભારત પાસેથી છીનવીને ચીનની સરકારી કંપની ‘ચાઇના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન’ (CCCC) ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2015 થી ભારત આ પ્રોજેક્ટ સાથે જોડાયેલું હતું, પરંતુ હવે આ પોર્ટ ચીનની મરજી પર ચાલશે, જે ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને પૂર્વીય સરહદની સુરક્ષા માટે એક મોટો પડકાર ગણાય છે.
ભારતીય સરહદથી માત્ર 80 કિમી દૂર ચીની ડ્રેગન
મોંગલા પોર્ટ ભારતીય(India) સરહદથી માત્ર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ચીનનો ઈરાદો માત્ર વેપાર કરવાનો નથી. અહીં ચીન પોતાની અત્યાધુનિક દરિયાઈ સર્વેલન્સ સિસ્ટમ અને જાસૂસી ઉપકરણો ગોઠવી શકે છે. પરિણામે:
ભારતીય નૌસેનાના જહાજોની હિલચાલ પર સતત નજર રહેશે.
કોલકાતા અને હલ્દિયા પોર્ટની ગતિવિધિઓનો ડેટા ચીની સેના લાઈવ જોઈ શકશે.
ભારતનું કોસ્ટલ રડાર નેટવર્ક જોખમમાં મૂકાઈ શકે છે.
બાંગ્લાદેશમાં ચીની પ્રભાવનું વિસ્તરણ
આ માત્ર એક બંદરની ઘટના નથી, પણ તારિક રહેમાન સરકારની ભારત વિરોધી અને ચીન તરફી નીતિનો એક ભાગ છે. મોંગલા પોર્ટ પાસે 110 એકર જમીન ચીની ફેક્ટરીઓ માટે અનામત રાખવામાં આવી છે અને શાળાઓમાં ચીની ભાષા ‘મેન્ડરિન’ ફરજિયાત શીખવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે બાંગ્લાદેશના ચીની ગુલામી તરફ ઝુકાવને સ્પષ્ટ કરે છે. આ નિર્ણયને કારણે ભારતનો નોર્થ-ઈસ્ટ રાજ્યો સુધીનો સસ્તો મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ પ્લાન પણ ખોરવાઈ ગયો છે.
તીસ્તાથી મ્યાનમાર સુધી India ને ઘેરવાની ચાલ
ચીન માત્ર દરિયાઈ માર્ગે જ નહીં, પણ જમીની સરહદો પર પણ ભારતને(India) ચારે બાજુથી ઘેરી રહ્યું છે:
તીસ્તા ડેમ પ્રોજેક્ટ: ચીનના સહયોગથી તીસ્તા નદી પર વિવાદિત ડેમ બની રહ્યો છે, જે પાણીની ચાવી ચીનના હાથમાં સોંપશે.
ઇકોનોમિક કોરિડોર: ચીન-બાંગ્લાદેશ-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર દ્વારા ચીન ભારતની પૂર્વીય બોર્ડર પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.
સ્ટ્રિંગ ઓફ પર્લ્સ: ચીનની આ ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ નીતિ ભારતને વ્યૂહાત્મક રીતે ઘેરવાની એક ખતરનાક ચાલ છે.
આ ઘટનાક્રમ ભારતના(India) વિદેશી સંબંધો અને સુરક્ષા વ્યૂહરચના માટે એક નવી અને કપરી પરીક્ષા સમાન છે.


