World News/ ઈરાનના પરમાણુ કેન્દ્રની તપાસ થશે, હોર્મુઝમાં ફસાયેલા 11 હજાર ખલાસીઓ માટે રેસ્ક્યૂ પ્લાન શરૂ

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ ઈરાનના (Iran)પરમાણુ કેન્દ્રની તપાસના સંકેત આપ્યા છે, જેને ઈરાને ફગાવ્યા છે. બીજી તરફ હોર્મુઝની ખાડીમાંથી 11 હજાર ખલાસીઓને નીકાળવા માટે અમેરિકા અને ઓમાને સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે.

international Top Stories World
Iran

US Iran Nuclear Agreement Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વચગાળાની શાંતિ મંત્રણાઓ વચ્ચે પરમાણુ દેખરેખ એજન્સીના કારણે નવો વળાંક આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના પ્રમુખ રાફેલ ગ્રોસીએ જાપાનના ફુકુશિમા ખાતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમની ટીમ ટૂંક સમયમાં જ ઈરાનના(Iran) પરમાણુ સંવર્ધન કેન્દ્રની મુલાકાત લઈને તેનું કડક નિરીક્ષણ કરશે. ગ્રોસીના મતે, બંને દેશોના પ્રમુખો વચ્ચે થયેલી સમજૂતી મુજબ પરમાણુ સામગ્રીની દેખરેખ IAEA એ જ કરવાની છે, તેથી આ નિરીક્ષણ ભલે ગમે ત્યારે થાય પણ તે ચોક્કસપણે થશે. આ તપાસ હેઠળ ઈરાનના ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમના ભંડારને ડાઉન બ્લેન્ડ (ઓછો) કરવાનો છે.

Iranએ  IAEA પ્રમુખના દાવાને ફગાવ્યો

બીજી તરફ, ઈરાનના(Iran) ડેપ્યુટી વિદેશ પ્રધાન કાઝેમ ઘારીબાબાદીએ IAEA ચીફના આ દાવાને સદંતર નકારી કાઢ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં ગ્રોસી સાથે આવી કોઈ બેઠક કે પરમાણુ કેન્દ્રોની તપાસનું આયોજન થયું જ નથી. આ બધી પ્રક્રિયા ઈરાન પરથી તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવ્યા બાદ જ શરૂ થશે, તે પહેલાં એડવાન્સમાં કંઈ નહીં થાય. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા કોઈ પણ જહાજ પર ટોલ કે વીમા વેરો ન લગાવવાનું આશ્વાસન આપ્યું છે. જો આ માહિતી ખોટી પડશે, તો શાંતિ વાટાઘાટો તુરંત જ રદ કરી દેવાશે.

ખાડીમાંથી 11 હજાર ખલાસીઓને બહાર કાઢવાનો પ્લાન

ગયા વર્ષના યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝની ખાડીમાં દરિયાઈ સુરંગો (Mines) બિછાવી હતી, જેને સાફ કરવામાં હજુ સમય લાગશે. આ કારણે હાલમાં બે નાના રૂટ પરથી જ વહાણો પસાર થઈ રહ્યા છે. ત્યાં ફસાયેલા હજારો જહાજો અને 11 હજાર ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકા, ઈરાન અને ઓમાન સંયુક્ત પ્લાન પર કામ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો ખાડીના દેશોના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે અબુધાબીના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ગુપ્ત બેઠક કરી છે અને તેઓ હવે કુવૈત તથા બહેરીનની મુલાકાત પણ લેશે.


આ પણ વાંચો :અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની નીતિનો ભારે વિરોધ; એપ્રુવલ રેટિંગ 34% થયું, મોંઘવારી મુદ્દે જનતા નારાજ!

આ પણ વાંચો :ભારત સરકારે નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી; ઈરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવા આદેશ

આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત