World News/ વેનેઝુએલામાં એક જ મિનિટમાં આવ્યા બે વિનાશક ભૂકંપ; 10,000 થી વધુ લોકોના મોતની આશંકા

વેનેઝુએલામાં (Venezuela)સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. 7.2 અને 7.5 ની તીવ્રતાના બે સળંગ આંચકાથી રાજધાની કરાકાસમાં ભારે તબાહી મચી છે. અમેરિકી એજન્સી USGS એ 10 હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે.

international Top Stories World
venezuela-destructive-earthquake-usgs-death-toll

Venezuela Earthquake Updates: વેનેઝુએલામાં (Venezuela) એક પછી એક આવેલા બે અત્યંત શક્તિશાળી અને વિનાશક ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ આપત્તિ એટલી ભયાનક છે કે યુનાઇટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વે (USGS) એ ચેતવણી જાહેર કરી છે કે આ હોનારતમાં મરણ જનારાઓનો આંકડો 10 હજારને પાર થઈ શકે છે. રાજધાની કરાકાસ સહિત દેશના અનેક વિસ્તારોમાં મોટી મોટી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને હજારો લોકો જીવ બચાવવા માટે ઘર અને ઓફિસોની બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા છે.

Venezuela માં એક જ મિનિટના અંતરે આવ્યા બે મોટા આંચકા

USGS ના રિપોર્ટ અનુસાર, પહેલો ભૂકંપ 7.2 ની તીવ્રતાનો હતો, જેનું કેન્દ્રબિંદુ કેરેબિયન તટ પર આવેલા મોરોન વિસ્તારના પશ્ચિમમાં જમીનથી 22 કિલોમીટર ઊંડાઈએ હતું. બરાબર તેના એક જ મિનિટ બાદ 7.5 ની તીવ્રતાનો બીજો વધુ શક્તિશાળી આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં જમીનથી માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા 1700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન જેવા શહેરોમાં પણ અનુભવાયા હતા, જ્યાં ઇમારતો ખાલી કરાવવી પડી હતી.

સરકારની ઢીલી નીતિથી લોકોમાં ભારે આક્રોશ

વેનેઝુએલામાં(Venezuela) છેલ્લા 100 વર્ષ કરતાં પણ વધુ સમયમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે. કરાકાસના બહુ ધમાલિયા વિસ્તારોમાં ઇમારતોની આખી દીવાલો તૂટી પડતાં ઘરનું ફર્નિચર રસ્તા પરથી દેખાઈ રહ્યું છે અને ચારેય તરફ ધૂળના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે. આ ભયાનક દુર્ઘટનાના ત્રણ કલાક પછી પણ વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશને સંબોધન ન કર્યું અને નુકસાનીનો કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર ન કર્યો, જેને કારણે ત્યાંના રાજકારણીઓ અને સામાન્ય જનતામાં સરકાર વિરુદ્ધ ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો :અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની નીતિનો ભારે વિરોધ; એપ્રુવલ રેટિંગ 34% થયું, મોંઘવારી મુદ્દે જનતા નારાજ!

આ પણ વાંચો :ઈરાનના પરમાણુ કેન્દ્રની તપાસ થશે, હોર્મુઝમાં ફસાયેલા 11 હજાર ખલાસીઓ માટે રેસ્ક્યૂ પ્લાન શરૂ

આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત