Morbi News/ મોરબીની સેવાભાવી સંસ્થામાં આશ્રિત બે માનસિક અસ્વસ્થ મહિલાઓ સાથે અજાણ્યા આરોપીઓએ આચર્યું દુષ્કર્મ

મોરબી શહેરની એક સેવાભાવી સંસ્થામાં બે અજાણ્યા શખ્સોએ ઘૂસીને માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓ સાથે ગંભીર ગુનો (Rape) આચર્યો હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Breaking News
Rape

Morbi News:મોરબી શહેરની એક પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થા, જ્યાં નિરાધાર તેમજ માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓને આશ્રય આપવામાં આવે છે, ત્યાં બે અજાણ્યા હવસખોરોએ અત્યંત ક્રૂર અને નિર્દય કૃત્ય (Rap) આચર્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી દીધી છે.મળતી માહિતી અનુસાર, આરોપીઓ (Accused)એ સંસ્થાની કમ્પાઉન્ડની ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ સીધા તે રૂમ તરફ ગયા જ્યાં બે માનસિક અસ્વસ્થ (Mentally ill) મહિલાઓ રહેતી હતી.

Rape

માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓ પર દુષ્કર્મ (Rap) આચર્યું

આરોપીઓએ રૂમની દીવાલમાં બાકોરું પાડીને અંદર ઘૂસી ગયા અને બંને નિર્દોષ મહિલાઓ સાથે દુષ્કર્મ (Rap) આચર્યું. કૃત્ય પૂર્ણ કર્યા બાદ બંને નરાધમો ઝડપથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ ઘટના સામે આવતાં સંસ્થાના સંચાલકો અને સ્ટાફે તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો રચવામાં આવી છે અને ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગઈ કાલે  (9 જાન્યુઆરી) વાંસદા તાલુકાના રવાણિયા ગામે એક 14 વર્ષીય સગીર તરુણીનું અપહરણ કરી આઠ યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવાની જઘન્ય ઘટના બની હતી. ઘટનાની વિગતો મુજબ, રાત્રિના અંદાજે 10 વાગ્યાના સુમારે સગીર તરુણી ઘરમાંથી લઘુશંકા માટે બહાર નીકળી હતી. તે સમયે ત્રણ આરોપીઓએ તેનું મોઢું દબાવી દબાણપૂર્વક મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કર્યું હતું.

આરોપીઓ તેને ઘરની નજીક આવેલા ચેકડેમ પાસે લઈ ગયા હતા.ત્યાં પહોંચતાં જ આરોપીઓએ પીયુશ નામના એક શખ્સને ફોન કરી ફોરવ્હીલ વાહન લઈને આવવા જણાવ્યું હતું. આ દરમિયાન, સગીરાના ભાઈના મિત્રો આદિત્ય અને નિખિલ પણ ત્યાં હાજર હતા. થોડા સમય બાદ ફોરવ્હીલ વાહનમાં ત્રણ વધુ યુવકો આવી પહોંચ્યા હતા. આમ, કુલ આઠ યુવકોએ સગીરાને ચેકડેમ પાસેના એક ઓરડામાં લઈ જઈ બંધ કરી દીધી હતી.ફરિયાદ અનુસાર, આરોપીઓએ તરુણીને નિર્વસ્ત્ર થવા માટે દબાણ કર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે એક આરોપીએ તેનું માથું દિવાલ સાથે અથડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં બાળકીને પીંખનાર નરાધમની કરાઈ ધરપકડ, પોતે જ ગુનો કબૂલ્યો