Gandhinagar News/ ગુજરાતમાં ખેડૂત આંદોલનના મામલે નવો વળાંક, ભારતીય કિસાન સંઘે 12 જાન્યુઆરીનું શક્તિ પ્રદર્શન મોકૂફ રાખ્યું

ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ભારતીય કિસાન સંઘે 12 જાન્યુઆરીનું ગાંધીનગર આંદોલન (Protest) મોકૂફ રાખ્યું છે.પાલભાઈ આંબલિયાએ ગંભીર આરોપો લગાવ્યા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Protest

Gandhinagar News:ગુજરાતના ખેડૂતોના વિવિધ લાંબા સમયથી અટવાયેલા મુદ્દાઓને લઈને ભારતીય કિસાન સંઘ (BKS) દ્વારા 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં આયોજિત થનારું મોટું શક્તિ પ્રદર્શન અને આંદોલન (Protest) હવે મોકૂફ રાખવામાં આવ્યું છે. સરકાર સાથે થયેલી બહુતરફી બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં તાત્કાલિક ગરમાવો આવી ગયો છે.સરકાર તરફથી જાહેર કરાયેલા અધિકૃત નિવેદન અનુસાર, ડિસેમ્બર 2025ના અંતથી શરૂ થયેલી વાટાઘાટોમાં ખેડૂતોના અનેક મુદ્દાઓ પર સમજૂતી સાધવામાં આવી છે. આ અંગે એક ઉચ્ચસ્તરીય કો-ઓર્ડિનેશન કમિટીની રચના કરવામાં આવી છે, જે સમજૂતીના અમલીકરણનું નિરીક્ષણ કરશે.

પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર

આ જાહેરાતની સાથે જ કિસાન કોંગ્રેસ ગુજરાતના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ભારતીય કિસાન સંઘ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આંદોલન  (Protest) મોકૂફ રાખવાના નિર્ણયને ખેડૂતો સાથે “વિશ્વાસઘાત” ગણાવ્યો અને કહ્યું કે,કિસાન સંઘે હંમેશની જેમ ‘કુલડીમાં ગોળ ભાંગી’ને ખેડૂતો સાથે દગો કર્યો છે. સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસીને કઈ સમજૂતી કરી છે તે જાહેર કરો!

આંદોલન (Protest)મોકૂફ રખાતા પાલભાઈએ સીધો પડકાર ફેંકતાં પૂછ્યું સરકારે ખેડૂતોની 12 મુખ્ય માંગણીઓમાંથી કઈ માંગણીઓને લેખિતમાં સ્વીકારી છે? શું ગુજરાતના ખેડૂતોની વર્ષોથી અટવાયેલી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે?શું સરકારે ખામીયુક્ત જમીન માપણી રદ કરવાની ખાતરી આપી છે?શું ખાનગી વીજ કંપનીઓ પોલ દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતોને આપવાની છે?વીજ લાઈન પીડિતોને માર્કેટ રેટ કરતાં 4 ગણું વળતર આપવાનો હુકમ થયો છે?શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવાનું છે કે MSPનો કાયદો બનવાનો છે?ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવા માટે કોઈ નક્કર યોજના જાહેર થઈ છે?

આંદોલન (Protest) મોકૂફ બાદ પાલભાઈના આક્ષેપ

પાલભાઈએ વધુ આક્ષેપ કરતાં કહ્યું કે જ્યારે પણ ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ ઊભો થાય છે, ત્યારે કિસાન સંઘ મેદાનમાં આવીને તે આક્રોશને શાંત કરી સરકારને મદદ કરે છે.ખાનગી વીજ કંપનીઓને મદદ કરવાથી ભારતીય કિસાન સંઘને કેટલો અને કેવો ફાયદો થયો છે? ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવું એ જ કિસાન સંઘની પરંપરા રહી છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !