India News: હરિયાણાના ફરીદાબાદ (Faridabad)માં એક હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે પ્રાઈવેટ સ્કૂલમાં ઘૂસીને લેડી ટીચર (Female teacher)પર છરીથી ઉપરાછાપરી હુમલો કરી હત્યા કરી દીધી. માત્ર 32 સેકન્ડમાં 34 ઘા ઝીંકી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સ્કૂલમાં ઘૂસીને મહિલા શિક્ષિકા (Female teacher) ની કરી હત્યા
સોમવારે ધોળા દિવસે આરોપી અમિત પ્રાઈવેટ સ્કૂલમાં પહોંચ્યો હતો. તેણે પોતે ટીચરનો પતિ હોવાનું કહીને સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેણે લેડી ટીચર સંધ્યા પર અચાનક છરી વડે હુમલો (Knife attack)કરી દીધો.આરોપીએ સતત ઉપરાછાપરી હુમલા કરીને ટીચરની છાતી, ગળા, પેટ અને ચહેરા પર કુલ 34 ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ઝડપથી થયો કે માત્ર 32 સેકન્ડમાં સમગ્ર ઘટના બની ગઈ હતી.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ટીચર પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જોકે હુમલાખોર (Attacker)તેને પકડી રાખીને સતત હુમલો કરતો રહે છે. વીડિયોમાં એક વ્યક્તિ ટીચરને બચાવવા માટે આગળ આવે છે, પરંતુ આરોપી તેને પણ છરી બતાવીને પાછળ હટાવી દે છે. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાથી સ્કૂલમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રેમ પ્રસ્તાવ ફગાવતા આરોપી હતો નારાજ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમિત છેલ્લા એક વર્ષથી લેડી ટીચર સંધ્યાને એકતરફી પ્રેમ કરતો હતો. તેણે અનેક વખત પોતાના પ્રેમનો સ્વીકાર કરવા દબાણ કર્યું હતું, પરંતુ સંધ્યા દર વખતે તેને અવગણતી હતી. સંધ્યાએ ફિરોઝપુર ગામના રહેવાસી વિક્કી ગુર્જર સાથે લવ મેરેજ કર્યા હતા. થોડા દિવસ પહેલાં પણ આરોપી સામે સંધ્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમયે આરોપીએ જાહેરમાં માફી માંગી હતી, પરંતુ અંદરખાને તે નારાજ હતો.
પોલીસે કરી આરોપીની ધરપકડ
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો તાત્કાલિક સ્કૂલ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સાંજ સુધીમાં પોલીસે આરોપી અમિતની ધરપકડ કરી લીધી હતી. પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળના તમામ કારણોની તપાસ કરી રહી છે. વાયરલ વીડિયો સહિતના તમામ પુરાવા પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ધોળકાના કેલીયા વાસણાની શિક્ષિકા રીના ઝાલાની હત્યાનો કેસ પોલીસે ઉકેલી કાઢ્યો, પતિની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીની આત્મહત્યાના પ્રયાસનો કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ
આ પણ વાંચો:પ્રેમિકાની હત્યા કર્યા બાદ લાશને ખીણમાં ફેંકી દીધી, પછી નદીમાં કૂદીને આત્મહત્યા કરી
