Gujarat Weather/ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ, નલિયામાં 4.8°C સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન

ગુજરાતમાં શિયાળાએ અસલી મિજાજ બતાવ્યો છે.IMD મુજબ આગામી દિવસોમાં કોલ્ડ વેવ (Cold Wave)ની શક્યતા.

Top Stories Gujarat Breaking News
Cold wave

Gujarat Weather: ગુજરાતમાં શિયાળાએ અંતે આવીને પોતાનો અસલી મિજાજ બતાવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી (Cold Wave)નો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ના તાજેતરના આંકડા અનુસાર, કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં લગભગ 4.8 ડિગ્રી નીચું છે.આ સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા ઠંડા અને સૂકા પવનોને કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડીનોપ્રકોપ વધુ તીવ્ર બન્યો છે.

આ શહેરોનું તાપમાન ગયું નીચું

મુખ્ય શહેરો

લઘુત્તમ તાપમાન

મુખ્ય શહેરો

લઘુત્તમ તાપમાન

નલિયા 4.8°C (સૌથી ઠંડું શહેર) કેશોદ 10.6°C
કંડલા 8.0°C અમદાવાદ 11.7°C
અમરેલી 8.6°C ભુજ 11.2°C
રાજકોટ 9.4°C સુરેન્દ્રનગર 11.2°C
ડીસા 10.1°C મહુવા 12.7°C
ગાંધીનગર 10.8°C પોરબંદર,ભાવનગર 12.8°C,13.8°C

છેલ્લા 24 કલાકમાં ઘણા શહેરોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોને ગરમ કપડાં વગર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

હવામાન નિષ્ણાતો અનુસાર, ઉત્તર ભારતમાં હિમાલય પર્વતમાળામાં થયેલી ભારે હિમવર્ષા બાદ ઠંડા પવનો મેદાની વિસ્તારો તરફ વળ્યા છે, જેની અસર ગુજરાત સુધી પહોંચી છે. જોકે, આ વર્ષે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) મજબૂત રહ્યા નહોતા, જેના કારણે શરૂઆતમાં ઠંડી ઓછી અનુભવાઈ હતી.વધુમાં, અલ નિનોની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો સામાન્ય કરતાં હુંફાળો રહ્યો હતો. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાનમાં વધારે ઘટાડો થયો નહોતો. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં સ્થિતિ બદલાઈ છે અને ઠંડી (Cold Wave) એ જોર પકડ્યું છે.

Cold Wave

ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી (Cold Wave)

ગત વર્ષે (ડિસેમ્બર 2024) નલિયામાં 31 દિવસમાંથી 22 વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4–5 વખત જ એવું બન્યું છે. અમદાવાદમાં પણ ગત વર્ષે 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જ્યારે આ વખતે ફક્ત 4 વખત જ એવું થયું છે.આ વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઉપર રહ્યું હતું, પરંતુ જાન્યુઆરીમાં અચાનક પલટો આવ્યો છે.IMDની આગાહી મુજબ, આગામી 2–3 દિવસ (આજથી 12 જાન્યુઆરી સુધી) ઠંડી (Cold Wave)નો પ્રકોપ યથાવત્ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી શકે છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ધીમો વધારો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન