કહેવાય છે કે બોલતા પહેલા વિચારવુ જરૂરી છે કારણ કે બોલી ગયેલી વાતને તમે પાછી ખેંચી શકતા નથી. કઇક આવુ જ આંધ્ર પ્રદેશની ડેપ્યુટી સીએમની સાથે થયુ છે. જ્યા ડેપ્યુટી સીએમ પી પુષ્પા શ્રીવાની ભૂલથી એવુ બોલી ગયા કે તેમને બાદમાં પછતાવો થયો હતો. એક પ્રેસ કોન્ફરંન્સ દરમિયાન તેમણે કહ્યુ કે, અમારી સરકારનો લક્ષ્ય રાજ્યમાં ભ્રષ્ટ શાસન દેવાનો છે. જો કે તે અમારી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસન બોલવા માંગતા હતા પરંતુ ભૂલથી તે મુક્ત બોલવાનુ ભૂલી ગયા હતા.
ડેપ્યુટી સીએમ શ્રીવાન આ નિવેદન આપતા જે ભૂલ કરી બેઠા તેને વિપક્ષે પકડી લેતા મામલાને વેગ આપવાનું શરૂ કરી દીધુ છે. આપને જણાવી દઇએ કે, વિપક્ષી પાર્ટી ટીડીપીએ આંધ્રની સરકાર પર આખરા પ્રહારો કરતા કહ્યુ કે, અમે ડેપ્યુટી સીએમનાં નિવેદનથી સહમત છીએ, પોતાના લક્ષ્ય વિશે બતાવવા માટે આપનો ધન્યવાદ મેડન, અમે તમારા આપેલા નિવેદનથી સહમત છીએ. જણાવી દઇએ કે, આંધ્રમાં સરકાર બનાવ્યા બાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ હાલમાં રાજ્યમાં પાંચ ડેપ્યુટી સીએમની નિયુક્તિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વાઈએસઆર કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં 151 બેઠકો જીતી હતી. વળી એન ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી ટીડીપીને માત્ર 23 બેઠકોમાં જીત મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
