Not Set/ ડોલરની સામે રૂપિયો થયો ઓલ ટાઈમ હાઈ, ૭૩.૬૨ રૂ.નો થયો એક ડોલર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે ભારતીય રૂપિયામાં થયેલા ૩૯ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૩.૬૨ના રેકોર્ડ સ્તર પર પહોચી છે. જોવામાં આવે તો ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે. રૂપિયો મજબૂત થવાની આશા નહીવત નિષ્ણાતોનું […]

Top Stories Trending Business

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.

શુક્રવારે ભારતીય રૂપિયામાં થયેલા ૩૯ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૩.૬૨ના રેકોર્ડ સ્તર પર પહોચી છે. જોવામાં આવે તો ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે.

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત

નિષ્ણાતોનું માનવું છે કે,, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે

ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૪ રૂપિયા અને ડીઝલ ૭૫.૪૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

 તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર વિદેશથી આવનારી વસ્તુઓ તેમજ શિક્ષણ, દવાઓ, મેડિકલ સુવિધાઓ સહિતની અનેક સેવાઓ પર માઠી અસર પડી શકે છે.