Gujarat Weather/ ગુજરાતમાં શિયાળો ગાયબ? ડિસેમ્બરમાં ઠંડીમાં 50% ઘટાડો, નલિયામાં પણ 2°C વધારો

ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડી (Cold Wave)માં 50% ઘટાડો.હવામાન વિભાગ મુજબ નલિયા સહિત અનેક શહેરોમાં લઘુતમ તાપમાન 1-2°C વધારે, તીવ્ર ઠંડીની સંભાવના ઓછી.

Top Stories Gujarat Breaking News
(Cold Wave)

Gujarat Weather: વહેલી સવારે ઠંડીનો સહેજ અહેસાસ થાય છે, પરંતુ દિવસભર સૂરજની ગરમી અને ઉત્તર-પૂર્વના હળવા ગરમ પવનો આ છે આ વર્ષે ગુજરાતનો શિયાળો! સામાન્ય રીતે કાતિલ ઠંડી (Cold Wave) અને ધાબળો ઓઢીને સૂવાનો સમય હોય ત્યારે આ વર્ષે લોકોને સ્વેટર પણ ઓછું પહેરવું પડ્યું છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના અહેવાલ મુજબ, આ વર્ષે ડિસેમ્બરમાં ઠંડી (Cold Wave)નું પ્રમાણ ગત વર્ષ કરતાં અડધું પણ નથી રહ્યું. નલિયામાં પણ સૌથી નીચું તાપમાન 12.5 ડિગ્રી રહ્યું છે.

લઘુતમ તાપમાનના આંકડા 

શહેર

લઘુતમ તાપમાન (°C)

ગત વર્ષની સરખામણી

શહેર

લઘુતમ તાપમાન (°C)

ગત વર્ષની સરખામણી

નલિયા 12.5 +2.0 (સરેરાશ) કંડલા 16.4 +1.0
ડીસા 14.4 +1.5
ગાંધીનગર 15.0 +1.0
પોરબંદર 15.2 +0.8
અમદાવાદ 15.5 +1.2
વડોદરા 16.4 +0.9

ગુજરાતમાં શીતલહેર (Cold Wave)

આ વર્ષે નલિયામાં 10 ડિગ્રીથી નીચે તાપમાન માત્ર 4 વખત નોંધાયું, જ્યારે ગત વર્ષે 22 વખત! અમદાવાદમાં પણ 14 ડિગ્રીથી નીચે માત્ર 4 દિવસ, ગત વર્ષે 14 દિવસ.હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, પરંતુ તીવ્ર ઠંડી (Cold Wave)ની સંભાવના ઓછી છે. ફેબ્રુઆરીના અંત સુધી તાપમાન સામાન્ય કરતાં 1-2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી