ગુજરાત/ સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

સુરતમાં સત્તાધીશોને માથે સત્તાનો મદ ચઢ્યો છે. ભાજપના કોર્પોરેટના પુત્રે કામગીરી કરતી મનપાની ટીમ સામે દાદાગીરી કરી. મનપાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી.

Top Stories Gujarat Surat

સુરતમાં સત્તાધીશોને માથે સત્તાનો મદ ચઢ્યો છે. ભાજપના કોર્પોરેટના પુત્રે કામગીરી કરતી મનપાની ટીમ સામે દાદાગીરી કરી. મનપાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. ત્યારે ભાજપના કોર્પોરેટરના પુત્ર ટીમના સભ્યોને ધમકાવવા લાગ્યો. કોર્પોરેટના પુત્રે દાદાગીરી કરતા મનપાની ટીમને કામ કરવાની ના પાડતા ધમકી આપી.

કહેવાય છે કે નેતાઓ નમ્ર બને તો જનતાનું વધુ સન્માન મેળવે છે. હાલમાં નેતાઓની સાથે તેમના સગાવહાલા પણ સત્તાના મદમાં રાચતા હોય છે. સુરતમાં કોર્પોરેટરના પુત્રે મનપાની ટીમની સામે દાદાગીરી કરી. આ મામલે કોર્પોરેટરના પુત્ર સામે ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મનપાના કર્મચારીઓની ટીમ પાંડેસરા બમરોલી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા પંહોચી હતી. ત્યારે દબાણ હટાવવા ગયેલી ટીમને બમરોલીના કોર્પોરેટર ગીતાબેનના પુત્ર મયુર રબારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી. કોર્પોરેટરના પુત્રએ દાદાગીરી કરતા કહ્યું કે તમને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવી દઈશ.
દબાણ હટાવવા ગયેલી ટીમને તેમનું કામ રોકવાનું કહેતા કોર્પોરેટરના પુત્રએ મારવાની ધમકી આપી હતી. આ બનાવનું ટીમના કર્મચારીઓએ ટેલિફોનિક રેકોર્ડિંગ કર્યું હતું. આ અંગે પાલિકાના કર્મચારીઓ દ્વારા કોર્પોરેટના પુત્રની ધમકીને લઈને પાંડેસરા પોલીસમાં લેખિતમાં અરજી કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાર્દિક-નતાશાના લગ્નમાં પંડિતજી કન્યાદાનની શોધમાં હતા, બાદમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપરે આ જવાબદારી લીધી

આ પણ વાંચો:તેલુગુ સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, હંસલ મહેતાએ કહ્યું, ‘કોણ છે આ ખરાબ માણસ?’

આ પણ વાંચો:ફિલ્મો કરતાં ગીતો પર પૈસા વરસાવતા ફિલ્મમેકરો, જાણો ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે થઈ…