Not Set/ આ સમાજે છોકરીઓ પર લગાવ્યા આટલા પ્રતિબંધ, કુંવારી દીકરીઓ નહિ વાપરી શકે મોબાઈલ

રાજ્યમાં દિવસેને દિવસે છોકરા છોકરીઓ બીજી કાસ્ટમાં પ્રેમ લગ્ન થવાના કિસ્સો વધી રહ્યા છે. દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, […]

Top Stories Gujarat Others

રાજ્યમાં દિવસેને દિવસે છોકરા છોકરીઓ બીજી કાસ્ટમાં પ્રેમ લગ્ન થવાના કિસ્સો વધી રહ્યા છે. દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા આ નિયમો બનાવ્યા છે.

ક્ષત્રિય ઠાકોર સમાજે છોકરીઓ માટે કયા કયા નિયમોનું બંધારણ બનાવ્યું

પહેલું તો 12 ગામોની કુંવારી છોકરીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

બીજું જે કુંવારી યુવતી પાસેથી મોબાઈલ ફોન પકડાશે છે તો તેની જવાબદારી તે યુવતીના  પિતાની રહેશે.

ત્રીજું જે દીકરી ઘર છોડીને અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરે તો તેના પિતાને 1.50 લાખ રૂપિયાનો કરવામાં આવશે.

ચોથું જે દીકરો ઘર છોડીને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરે તો તેના પિતાને 2 લાખ રૂપિયાનો કરવામાં આવશે.

પાંચમું દરેક પ્રસંગોમાં DJ  અને ફટાકડા ફોડવાનું બંધ કરવું, સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવામાં આવશે. મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં, વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહિ.

છઠ્ઠું જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય એ વિખવાદ ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ કોઈ પ્રસંગમાં જવું નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.