દેશમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જે સરકાર અને તંત્રની પોલ ખોલી રહ્યુ છે. તાજેતરમાં કાનપુરમાં બનેલી આવી એક ઘટના સામે આવી છે જ્યા સ્થિત નર્વલ વિસ્તારનાં એક ગામમાં રવિવારે મોડી રાત્રીએ ઘરની બહાર સુઇ રહેલી 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને પાંચ યુવક ઉઠાવીને લઇ ગયા અને બાદમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યુ.
ઘરની બહાર સુઇ રહેલી યુવતીને મોંઢા પર કપડુ બાંધી દેવામાં આવ્યુ ત્યારબાદ તેની સાથે ચાકુનાં જોર પર દુષ્કર્મ કરાયુ. સોમવારની સવારે તે લોહીલુહાણ હાલતમાં એક ખેતરમાંથી મળી આવી. બાદમાં પરિવારજનોએ યુવતીને હોસ્પિટલમાં ભરતી કરી. પોલીસે દુષ્કર્મનાં મામલાને દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની રવિવારે જ્યારે પોતાના ઘરની બહાર અન્ય પરિવારજનોની આસપાસામાં સુઇ રહી હતી ત્યારે રાત્રે યુવતી બાથરૂમ માટે ઘરની બહાર થોડી દૂર ગઇ હતી. આરોપ છે કે આ સમયે ગામનાં જ અનિલ યાદવ, જલ્લાદ ઉર્ફ વિપિન, સૂરજ યાદવ, રઘુનાથ ઉર્ફ સુમિત અને રાજૂ સાહૂ પહોચ્યા અને તેના મોંઢા પર કપડુ બાંધી યુવતીને ઉઠાવીને લઇ ગયા.
પીડિતાએ જણાવ્યુ કે, આરોપીઓ તેને નજીકમાં જ ચરીનાં ખેતરમાં લઇ ગયા. જ્યા પહેલા તેને ખૂબ મારવામાં આવી બાદમાં ચક્કુનાં જોર પર તેને ધમકાવી દુષ્કર્મને અંજામ આપવામાં આવ્યો. જ્યારે તે બેભાન થઇ ગઇ ત્યારે તે બધા ભાગી ગયા. સવારે જ્યારે દિકરી બેડ પર ન મળી તો ખેડૂત પરિવારે તેને શોધવાનુ શરૂ કર્યુ. તે ગામની બહાર ચરીનાં ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવી. પોક્સો એક્ટ મુજબ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.
આ મામલા બાદ એક વાત સ્પષ્ટ છે કે દેશમાં આવા નરાધમોને કાયદાનો જરા પણ ડર રહ્યો નથી. માત્ર મોટા મોટા વાયદાઓ કરવા કે નારાઓ લગાવવા માત્રથી કોઇ પરિણામ મળતુ નથી, તેના માટે કડક નિર્ણય લઇને તેને અમલ કરવાનો પૂરો પ્રયત્ન કરવો પડે છે. આજે દેશ એક એવા સમયથી નિકળી રહ્યુ છે કે જ્યા દરરોજ કોઇને કોઇ શહેર કે ગામમાં દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે જેમા ઘણા મામલાઓ તો સામે પણ આવતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
