મોટી જાહેરાત/ તમિલનાડુના સીએમની જાહેરાત કોરોનાથી અનાથ થયેલા બાળકોને પાંચ લાખ આપવામાં આવશે

તમિલનાડુમાં અનાથ બાળકોને પાંચ લાખ આપામાં આવશે

India

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનએ જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી  અનાથ થયા હોય અથવા પોતાના માતા-પિતામાંથી કોઇ એકને ગુમાવ્યા હોય તેવા બાળકોને પાંચ લાખની મદદ કરવામાં આવશે. અહીં જારી કરેલા એક સત્તાવાર વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાની હેઠળ એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેનાં માતા-પિતા માંદગીમાં મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને જિલ્લા લેવલે શોધીને તેમના સુધી રાહત પહોચાડવાનો નિર્દેશ કરવામાં આવ્યું છે.

શનિવારે  સચિવાલય ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો હતોય વિજ્ઞાપન અનુસાર, આવા બાળકોના નામે પાંચ લાખ રૂપિયા જમા કરવામાં આવશે અને તેઓને તેમના 18 વર્ષ પૂરા થતાં વ્યાજ સાથે આ રકમ મળશે. જે બાળકોના માતાપિતા બંને માંદગીના કારણે મૃત્યુ પામ્યા છે તેમને સરકારી આશ્રયસ્થાનો અથવા છાત્રાલયોમાં રહેવાની શરતોમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

આવા બાળકોના સ્નાતક સુધીની શિક્ષાનો ખર્ચ સરકાર ઉઠાવશે.આ ઉપરાંત આવા બાળકોના માતા-પિતામાંથી કોઇ એકનું મૃત્યુ મહામારીમાં થઇ હોય તેવાને તાત્કાલિક મદદ કરવામાં આવશે,એવા બાળકોની દેખરેખ રાખતા હોય તેવા સંબધીઓને 18 વર્ષ સુધી બાળકોના ભથ્થા  માટે 3 હજાર આપવામાં આવશે.