TMC Leader: પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય કાવડ યાત્રાના આદેશ પર સ્ટે મંજૂર કર્યો. આ અસ્પષ્ટ નિર્દેશોના અમલ પર સ્ટે છે. માલિક અથવા કામદારોની ઓળખ અથવા નામ દર્શાવવાની જરૂર નથી. આપણું બંધારણ જીવે છે અને આપણે હંમેશા તેનું રક્ષણ કરીએ. આજે સુપ્રીમ કોર્ટે સોમવારે યુપી-ઉત્તરાખંડમાં કંવર યાત્રાના રૂટ પર દુકાનદારોને નેમપ્લેટ લગાવવાનું ફરજિયાત બનાવવાના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકયો છે. જો કે સાથે કોર્ટે એમ પણ કહ્યું કે દુકાનદારોએ શાકાહારી કે માંસાહારી છે તેની ઓળખ જરૂર આપવી જોઈએ. દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જણાવવો પડશે. ઢાબામાં ભોજન શાકાહારી છે કે માંસાહારી તે જણાવવું પડશે. હવે આ મામલામાં આગામી સુનાવણી 26મી જુલાઈએ થશે.
‘મુસ્લિમ દુકાનદારોની આજીવિકાને નષ્ટ કરવાનો પ્રયાસ’
નોંધનીય છે કે ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તૃણમૂલ નેતાએ અરજીમાં જણાવ્યું હતું કે યાત્રિકોની આહાર પસંદગીનો આદર કરવાના કથિત આધાર પર માલિકો અને તેમના કર્મચારીઓના નામ પણ જાહેર કરવા દબાણ કરવું એ માત્ર એક બહાનું છે. ટીએમસી સાંસદની અરજીમાં આરોપ છે કે મુસ્લિમ દુકાનદારો અને કામદારો પર સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવા અને તેમની આજીવિકા નષ્ટ કરવા માટે આવું કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત સમક્ષ મહુઆ મોઇત્રાએ બંને રાજ્ય સરકારો દ્વારા પસાર કરાયેલા આદેશો પર સ્ટે માંગ્યો હતો. તેમણે કહ્યું કે આવી સૂચનાઓ સમુદાયો વચ્ચેના મતભેદોને વધારે છે. જો કે કોર્ટે આ મામલે વચગાળાનો સ્ટે આપ્યો છે આ અરજીની હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની બાકી છે.
જાણો આજે નેમ પ્લેટ વિવાદમાં થઈ શું દલીલો
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ NGO નાગરિક અધિકારો માટે કામ કરે છે. અરજદારે કહ્યું કે, પોલીસને તમામ રેસ્ટોરાં, સ્ટોલ અને તમામ ખાણીપીણીના માલિકોના નામ જાહેર કરવા કહેવામાં આવ્યું છે. જોકે, હોબાળો થયા બાદ તેમાં થોડીક હળવાશ જોવા મળી હતી.
સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ આદેશ કોઈપણ કાયદાકીય સત્તા વિના જારી કરવામાં આવ્યો છે અને તેણે તેને એક છેતરપિંડી ગણાવી. તેમણે કહ્યું, આ કંવર યાત્રા માટે સ્યુડો ઓર્ડર છે. જો દુકાનદારો તેમના નામ નહીં લખે તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. મોટાભાગની દુકાનો ચાની છે અને કેટલીક ફ્રુટ વિક્રેતાઓની છે.
સિંઘવીએ કહ્યું કે તમે મેનુના આધારે રેસ્ટોરન્ટમાં જાઓ, કોણ પીરસી રહ્યું છે તે જોઈને નહીં. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓ પાછળનો હેતુ ઓળખના આધારે બહિષ્કાર કરવાનો છે. આ તે પ્રજાસત્તાક નથી જેની આપણે બંધારણમાં કલ્પના કરી હતી.

સિંઘવીએ કહ્યું કે, યાત્રાઓ દાયકાઓથી થઈ રહી છે અને તમામ ધર્મના લોકો યાત્રાઓ દરમિયાન કંવરિયાઓની મદદ કરી રહ્યા છે. આ આદેશ કોઈપણ કાયદાકીય સત્તા વગર જારી કરવામાં આવ્યો હતો. આ પાછળ શું તર્ક હોઈ શકે?
એનજીઓ વતી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે કહ્યું કે આ ઓર્ડરનો કોઈ કાનૂની આધાર નથી અને તેનાથી કોઈ હેતુ પૂરો થતો નથી. આ પહેલા ક્યારેય કરવામાં આવ્યું નથી. તેને કોઈ કાનૂની આધાર નથી. કોઈ કાયદો પોલીસ કમિશનરને આ કરવાનો અધિકાર આપતો નથી. દરેક ટી સ્ટોલ અને રસ્તાની બાજુની અન્ય દુકાનોને કર્મચારીઓ અને માલિકોના નામ લખવાની સૂચના આપવાથી કોઈ હેતુ પૂરો થતો નથી.
આ પણ વાંચો: લુખાસણ ગામની મહિલા રહસ્યમય રીતે ગુમ, હનુમાનજી મંદિર પાસેથી મળી લાશ
આ પણ વાંચો:દિવ્યાંગ સાસુ-સસરા પર મૂક્યા ખોટા આરોપો, હાઈકોર્ટ સંભળાવી વહુને સજા
આ પણ વાંચો:ક્યોચિ ધોધમાં થયો અકસ્માત, ફોટા પડાવવાના ચક્કરમાં………
