Ahmedabad News/ ચાંદખેડામાં દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા, 5.22 લાખનો મુદ્દામાલ કબજે

દારૂનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સનરાઈઝીંગ હોમ્સના બેઝમેન્ટમાં લિફ્ટ પાસે ઈકો કારમાં દારૂનો જથ્થો રખાયેલો છે. આ દારૂ ફ્લેટ નંબર 1203માં મુકવાનું ચાલુ છે.

જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં સુભાષ ભાઈલાલભાઈ પટેલ, લક્ષ્મણ સળુભાઈ ડામોર અને જાન્વી મિનાત્ક્ષીબેન બારોટની ધરપકડ કરવામાં આવી હતી.જાનવી સનરાઈઝીંગ હોમ્સમાં એક્સ-1203 નંબરમા રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસે અહીંથી 2,72,140નો દારૂ અને બિયરનો જથ્થો તથા ઈકો કાર મળીને કુલ રૂ. 5,22,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓએ દારૂનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં

આ પણ વાંચો:અમદાવાદમાં PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાત પોલીસની મોટી સફળતા