Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. 12 જૂનના રોજ બનેલી આ દુર્ઘટનામાં પિડીત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી. ભારત અને યુકેના પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી હતી. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અમેરિકન લોકાના પરિવારોના વકીલે વિમાન દુર્ઘટનાને લઈને ચોંકાવનારી થિયરી રજૂ કરી છે.
‘નવા પુરાવાના આધારે સંકેત મળે છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીક હતું. એમ અમેરિકન વકીલનું કહેવું છે. જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી આખી દુર્ઘટના સર્જાઈ હતી.’અમેરિકન વકીલ માઈકલ એન્ડ્રુઝે અમેરિકન કાયદા હેઠળ અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે આવેદન દાખલ કરીને બ્લેક બોક્સના ડેટાની માંગણી કરી છે. જ્યારે અમેરિકન વકીલે દાવો કર્યો છે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલોટની કોઈ જ પ્રકારે ભૂલ નથી.
અમેરિકન વકીલે દાવો કર્યો કે, પાણી લીકેજ હોવાથી શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે ઇંધણ નિયંત્રણ સ્વિચ જાતે જ બંધ થઈ શકે છે.અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલા ઉડ્ડયન સંબંધિત સૂચનોનો ઉલ્લેખ કરીને અમેરિકન વકીલે જણાવ્યું હતું કે, વિમાનની વોટરલાઇન કપલિંગમાંથી પાણી લીકેજના ઘણા કેસ સામે આવ્યા છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણો લીકેજના કારણે ભીંજાવાની શક્યતા છે, જેને લઈને શોર્ટ સર્કિટ થવાની પણ શક્યતા રહેલી છે.
આ પણ વાંચો:રાજકોટમાં બે ડમી સ્કૂલ ઓળખી કાઢવામાં આવી
આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન
આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ
