Ahmedabad News/ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુને ગુજરાતના પૂર્વ મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની સાથે વીડિયો કોલથી વાત કરી

ખડગેએ ગુજરાતના પૂર્વ મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની સાથે વીડિયો કોલથી વાત કરી અને પરિવારના દુઃખમા તેઓ સહભાગી થયા.

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે અમદાવાદ આવ્યા હતા. તેમણે આ બનાવમાં ઘાયલ થયેલા લોકોના ખબરઉંતર પુછ્યા હતા. બાદમાં તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની સાથે વીડિયો કોલથી વાત કરી હતા. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ગુજરાતના પૂર્વ મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની સાથે વીડિયો કોલથી વાત કરી અને પરિવારના દુઃખમા તેઓ સહભાગી થયા.

ગુરુવારે બપોરે ૧:૩૮ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડીક સેકન્ડ પછી જ લંડન જતું એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર ક્રેશ થયું. વિમાનમાં સવાર ૨૪૨ લોકો – ૨૩૦ મુસાફરો, ૧૦ ક્રૂ મેમ્બર્સ અને બે પાઈલટ – ૨૪૧ લોકોના મોત થયા. જેમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. હું ખૂબ જ દુઃખ સાથે કહેવા માંગુ છું કે અમદાવાદમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે, જે ક્યારેય ભૂલી શકાય નહીં. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, હું તે બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, એમ વિરોધ પક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા