Surat News/ સુરતમાં વેપારી સાથે થઈ છેતરપિંડી, ટોપીબાજ ઠગની પોલીસે કરી ધરપકડ

સુરતમાં કાર વેચીને નાણાં હજમ કરી જવાના આરોપમાં વેપારીએ ઠગબાજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Gujarat Surat

Surat news ટોપીબાજ ઠગો (Cheater) લોકોને છેતરવાનાં અવનવા પેંતરા (Trick) હાથ ધરતા હોય છે. ત્યારે ભોળા લોકો તેમના પેંતરા (Trick) માં ફસાઈ જઈને નાણાં ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરત (Surat) માં જોવા મળ્યો છે. સુરતમાં કાર વેચીને નાણાં હજમ કરી જવાનો ખેલનો પર્દાફાશ થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુના નામચીન ઠગ અભિષેક નંદવાણીની પોલીસે ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ સુરતના વેસુમાં અભિષેક નંદવાણી બહુનામધારી ચીટર તરીકે કુખ્યાત છે. લોકોને ટોપી પહેરવામાં ઠગ અભિષેક માહેર છે. તેમજ તેનો ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઈતિહાસ પણ આ આરોપી ધરાવે છે. ત્યારે આરોપીએ વેપારી સાથે રુ. 12.21 લાખમાં કારનો સોદો નક્કી કર્યો હતો.

આરોપી અભિષેક નંદવાણીએ ત્યારબાદ વેપારીને વેચેલી કાર વેપારીના ઘર બહારથી પરત લઈ ગયો હતો. જ્યારે આ વાતની જાણ વેપારીને થતા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પર આરોપ છે કે, અગાઉ પણ તેણે વેચેલી કાર વેચાણ કરી ફેરવી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઠગ અભિષેક નંદવાણીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો