Surat News/ સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

શેતલના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં એક મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ઘઈ છે. ઘરમાંથી પોલીસે મૃતકે લખી હોવાની મનાતી એક સુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં લખ્યું છે કે, ‘જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.’ સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેનારા મહિલા પોલીસકર્મીનું નામ શેતલ ચૌધરી છે. જેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતાં હતાં. અઠવાલાઈન્સ સ્થિત બસેરા હાઉસમાં પોતાના નિવાસસ્થાને એકલાં હતાં ત્યારે જ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.

મૃતક શેતલ ચૌધરીના ઘર પરથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે, ‘જીવન જીવવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ પોલીસે હાલ સુસાઈડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.મૃતક શેતલ ચૌધરી છેલ્લાં આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં હતાં. હાલ તેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતાં હતાં. તેમનાં બહેન કાજલ ચૌધરીએ કહ્યું હતું કે, હું લાઈબ્રેરીમાં વાંચવા માટે ગઈ હતી. રાત્રે ઘરે પરત ફરી તો મને આ સમાચાર મળ્યા. શેતલ પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર હતી.

ઘટનાને લઈને શેતલનાં પરિવારજનો અનેક પ્રશ્નો વચ્ચે અટવાઈ ગયાં છે. શેતલની બહેન કાજલે જણાવ્યું કે શેતલ કોઇક સાથે વારંવાર ફોન પર વાત કરતી હતી, પણ કોની સાથે અને શું વાતચીત થતી હતી એ જાણી શકાયું નથી, કારણ કે તેનો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. પરિવાર અને પોલીસ બંને હવે આ પાસેથી કોઈ સંકેત મળી શકે છે કે નહીં એ શોધી રહ્યા છે.

શેતલના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ વિભાગ દ્વારા શેતલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પરિવારજનો અને સહકર્મીઓ આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાય માટે હાજર રહ્યાં હતાં.

હાલમાં, શેતલના મૃતદેહને પરિવારજનો બનાસકાંઠા લઈ ગયાં છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસ શેતલના મોબાઇલની તપાસ માટે એફએસએલમાં મોકલશે. શેતલે સુસાઇડ નોટ પોતાની એક ડાયરીની અંદર મૂકી હતી, જે તપાસ દરમિયાન પોલીસને મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રમિકોના ફાયદા માટે કરાશે બેઠક, રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે ડૉ. મનસુખ માંડવિયા

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે

આ પણ વાંચો:દરેક નાગરિક મતદાન કરે તે જરૂરી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અપીલ