Mehsana News/ મહેસાણાના વિજાપુરમાં અજાણ્યા વ્યક્તિએ બાળકીને ઈન્જેક્શન આપ્યાનો આક્ષેપ

પોલીસે અજાણ્યા છોકરા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે

Gujarat Others

Mehsana News : મહેસાણાના વિજાપુરમાં ચકચારભરી ઘટનામાં ધો 2માં ભણતી બાળકીને અજાણ્યા છોકરાએ ઈન્જેકશન આપ્યું હોવાની વાત સામે આવી છે, બીજીતરફ આ ઈન્જેક્શન કોણે અને શા માટે આપ્યું તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલમાં પોલીસ શાળા આસપાસના CCTV તપાસી રહી છે અને બાળકીને વડનગર સિવિલમાં મેડિકલ સારવાર આપવામાં આવી છે.

આ બનાવની વિગત મુજબ મહેસાણામાં અજાણ્યા છોકરીએ બાળકીને સ્કૂલની પાછળ લઈ જઈ ઈન્જેકશન આપતા વાલીઓના ટોળા શાળાએ પહોંચ્યા હતા. પોલીસે પણ અજાણ્યા છોકરા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, ખભે હાથ મૂકી બાળકીના હાથની કોણીથી ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હોવાની વાત સામે આવી છે, બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું, બાળકી હાલ સ્વસ્થ હોવાની વિગત છે.

આ સમગ્ર ઘટનાની વાત બાળકીએ માતાને જણાવી હતી અને મામલો શાળા સુધી અને પોલીસ સુધી પહોંચ્યો હતો, આ કેસમાં પોલીસ CCTVના આધારે તપાસ કરી રહી છે, ત્યારે સત્યતા શું આવે છે તે જોવાનું રહ્યું, બાળકી સાથે દુર્ઘટના થતા રહી ગઈ તે વાત નક્કી છે, હવે આરોપી ઝડપાય એટલે ખબર પડે કે તેનો ઈરાદો ઈન્જેકશન આપવાનો શું હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

Ahmedabad News/પાયલ હોસ્પિટલમાં સ્ત્રી દર્દીઓને નર્સ દ્વારા ઈંજેક્શન આપતા વીડિયો વાયરલ કેસમાં વધુ એક ઝડપાયો

Rajkot News/રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઈંજેક્શનનો જથ્થો ખાલી થતા દર્દીઓને હાલાકી

#brutal_murder/પતિને ઈંજેક્શન આપીને હત્યા કરી, પ્રેમીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી