#brutal_murder/ પતિને ઈંજેક્શન આપીને હત્યા કરી, પ્રેમીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી

હોશ ઉડાવી દે તેવી અનૈતિક સંબંધની સ્ટોરી

Top Stories India

Haydrabad News : જાણતો હતો કે સિતમગર છે પણ શુ કરે દિલ લગાવવા માટે કોઈ બીજુ હતુ પણ નહી.. તે તેની પર જાન આપતો હતો. તે આંકોના તારા સમાન હતી. સમગ્ર પરિવાર લટ્ટુ થઈને તેની આગળ પાથલ ફરતો હતો. તે હતી પણ તેના નામ સ્વાતીની જેમ ખૂબસુરત. કોયલની જેમ મીછુ બોલતી હતી અને પળભરમાં કોઈને પણ દિવાના બનાવી દે તેવી હતી. પણ તેને ક્યાં કબર હતી કે જે સિતમગરની અદાઓ પર તે મરતો હતો, તે જ તેની હત્યા કરી નાંખશે અને પ્રેમીને તેનો ચહેરો આપીને તેના પ્રેમને સરેઆમ નીલામ કરી દેશે.આ લાઈનો કોઈ શાયરી કે ફિલ્મની નથી.

આ સ્ટોરી સુધાકર રેડ્ડીની છે. જેની ખૂબસુરત પત્ની સ્વાતિએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહી પોતાના નવા પ્રેમને જુનાનો ચહેરો આપીને દુનિયાની સામે પોતાના ગુનાની જાણે કબૂલાત કરી રહી હતી.

26 નવેમ્બર 2017 માં હૈદરાબાદમાં એક હત્યા થઈ. હત્યાનો આ એવો બનાવ હતો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિચારવા માટે મજબૂર કરી દીધા. હૈદરાબાદમાં સ્વાતિ તેના પતિ સુધાકર રેડ્ડી, બે બાળકો અને માતા પિતા સાથે રહેતી હતી. 32 વર્ષનો સુદાકર 27 વર્ષની સ્વાતિને પ્રેમ પણ ખૂબ કરતો હતો. સુધાકરને કામ માટે અવારનવાર બહાર જવું પડતું હતું. એકલતા અનુભવતી સ્વાતિની મુલાકાત સી રાજેશ રેડ્ડી નામના શક્સ સાથે થઈ. એક ખાનગી હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની નોકરી કરતો રાજેશ કુવારો હતો. મોડી રાત સુધી બન્નેની ફોન પર વાતો ચાલતી હતી. વાતો વધતા મુલાકાત શરૂ થઈ અને બન્ને વચ્ચે એક અનૈતિક સંબંધની શરૂઆત થઈ. રાજેશ સ્વાતિ પર ગાંડાની જેમ ફીદા હતો. તેની દરેક વાત માનતો હતો. બન્નેને અલગ રહેવું મુસ્કેલભર્યું લાગતું હતું. સ્વાતિએ એક દિવસ ટીવી પર તેલુગુ ફિલ્મ યેવાડુ જોઈ અને ફિલ્મ જોઈને તેના મનમાં એક ખતરનાક કાવતરાએ જન્મ લીધો. આ પ્લાન સુધાકરને રસ્તામાંથી હટાવવાનો હતો, તેની હત્યા કરવાનો હતો.

એક દિવસ સુધાકર મીઠી ઉંઘમાં હતો. સ્વાતિ અને રાજેશે તેને એનેસ્થિસીયાનું ઈંજેકશન લગાવી દીધું. સુધાકર બેહોશ થઈ ગયો. બાદમાં બન્નેએ મળીને સુધાકરનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી. તમેણે લાશને ઉપાડી અને મહેબુબનગરના જંગલોમાં લઈ જઈને સળગાવી દીધી. બન્નેની જીંદગીમાંથી સુધાકર નામનો કાંટો નીકળી ગયો હતો.

હવે પ્લાન નંબર બે નો વારો હતો. 28 નવેમ્બરે બન્ને ફરીથી મળ્યા. પ્લાન મુજબ સ્વાતિએ રાજેશના ચહેરાને તેજાબથી સળગાવી દીધો. રાજેશે પણ ખુશ થઈને ચહેરા પર તેજાબ નંખાવી દીધો. પ્લાન એટલો મજબૂત હતો કે ક્યારે શું અને કેવી રીતે કરવાનું છે. પહેલેથી બધુ નક્કી હતું. ક્યાં સારવાર કરાવવાની છે કેટલો ખર્ચ થશે વગેરે માહિતી પહેલેથી મેળવી લેવાઈ હતી.

રાજેશનો ચહેરો તેજાબથી સળગાવ્યા બાદ સ્વાતિએ સુધાકરના પરિવારજનોને ફોન કર્યો. તેણે તેમને કહ્યું કે કોઈએ સુધાકર પર તેજાબ ફેંક્યો છે અને તે તેને લઈને હોસ્પિટલ લઈને જઈ રહી છે. સુધાકરના માતાપિતા અને સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા. સુધાકરના પિતાએ ડોક્ટરને કહી દીધું કે ભલે ગમે તેયલા પૈસા થાય તેના દિકરાનો જીવ બચવો જોઈએ. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે જેમને તે પોતાનો સુધાકર સમજે છે એ તો કોઈ બીજો જ છે.

સુધાકર બનીને હોસ્પિટલમા બેડ પર ઉંઘી રહેલા રાજેશની સર્જરી થઈ. હાલત પણ પહેલા કરતા સારી થઈ ગઈ. સબંધીઓ ખબર પુછવા આવવા લાગ્યા. જોકે તે સમયે તેની હરકતોને કારણે તેમના મનમાં એક સંકા પેદા થઈ. પોતાના જ સંબંધીઓને તે ઓળખી શકતો ન હતો. સ્વાતિ હંમેશા તેની સાથે રહેતી હતી પરંતુ ન તો તેને જૂની વાતો યાદ આવતી હતી કે કોઈ લોકો. એવુ થાય પણ કઈ રીતે. કારણકે તે સુધાકર હતો જ નહી. એવામાં સ્વાતિ અને રાજેશે એક વધુ પ્લાન બનાવ્યો. હવે સ્વાતિ અને રાજેશે યાદદાશ્ત પર અસર થવાનું નાટક પણ શરૂ કર્યું. તેમછતા સુધાકરના માબાપનો શક વધતો રહ્યો. તેમને લાગી રહ્યું હતું કે તે તેમનો દિકરો નથી , પણ દિલ માનવા તૈયાર ન હતું.

અંતે રાજેશે એક એવો પુરાવો છોડી દીધો જેનાથી તેમના તમામ પ્લાન પર પાણી ફરી વળ્યું. એક દિવસ હોસ્પિટલમાંથી રાજેશને મટન સુપ આપવામાં આવ્યો. રાજેશે ઈન્કાર કર્યો. તેણે કહ્યું તે શાકાહારી છે. સ્વાતિ કદાચ રાજેશને કહેવાનું ભુલી ગઈ હતી કે સુધાકર માસાહારી હતો. તે સમયે હોસ્પિટલમાં સુધાકરનો એક સંબંધી બેઠો હતો. તેણે આ વાત સુધાકરના પિતાને જઈને કહી દીધી. હવે કેટલાક સંબંધીઓ અને સુધાકરના માતાપિતા એકસાથે રાજેશને મળવા હોસ્પિટલ પહોંચ્યા.

તેમણે રાજેશને સુધાકરની એ વોતો કરી જે એકદમ ખાનગી હતી. આ વાતો અંગે સુધાકરને ખબર હતી, અથવા તેના સંબંધીઓ અને પત્ની સ્વાતિને. રાજેશે દરેક વાતનો ગોળગોળ જવાબ આપ્યો. તેની પોલ ખૂલી ગઈ હતી. પંરતુ સુધાકરના પિતા કે સંબંધીઓએ તે જાહેર ન કર્યું. તમામ લોકો એવું કહીને નીકલી ગયા કે બધુ સારૂ થઈ જશે.

અહીંથી નીકલીને સુધાકરના પિતા તેમના અન્ય દિકરા સાથે પોલીસ પાસે પહોંચ્યા. પોલીસે સ્ટોરી સાંભળી તો તે પણ ચોંકી ઉઠ્યા. પોલીસ તો એ શોદી રહી હતી કે સુધાકર પર તેજાબ કોણે અને કેમ ફેંક્યો. પરંતુ અહીં તો આખી સ્ટોરી જ અલગ નીકળી.

પોલીસે હવે રાજેશના ફિંગરપ્રિન્ટ લીધા. આધારકાર્ડથી તે મેળવવામાં પોલીસને બહુ વાર ન લાગી. બાદમાં જ્યાં સુધાકર પર તેજાભ પેંકાયો હતો તે જગ્યાની તપાસ કરી. અહીં લાગેલા સીસીટીવીમાં 28 નવેમ્બરની ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્વાતિ અને રાજેશ સાફ સાફ પોતાના કાવતરાને અંજામ આપતા દેખાયા. પહેલા બન્નેએ એકબીજાને ગળે લગાવ્યા અને બાદમાં સ્વાતિએ રાજેશનો ચહેરો તેજાબથી સળગાવી દીધો.

પોલીસે તાત્કાલક સ્વાતિને અટકમાં લીધી.પોલીસે લાલ આંખ કરતા સ્વાતિ તૂટી ગઈ અને આખી સ્ટોરી પોલીસને જમાવી દીધી. તે 10 ડિસેમ્હર 2017 નો દિવસ હતો જ્યારે પોલીસે સ્વાતિની ધરપકડ કરી. સારવાર બાદ રાજેશની પણ પોલીસે ધરપકડ કરી. બન્ને હવે જેલમાં છે અને પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના