અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આર્થિક સંકટ ચરમસીમાએ છે તો આતંકવાદી ગતિવિધિઓ પણ વધી રહી છે. તાલિબાનની આંતરિક સરકારે હવે ગાંજામાંથી પૈસા કમાવવાનું મન બનાવી લીધું છે. તાલિબાનો દાવો કરે છે કે તે ઓસ્ટ્રેલિયન કંપનીને ગાંજો સપ્લાય કરશે. આ કંપની તેનો ઉપયોગ દવાઓમાં કરશે. જોકે, કંપનીએ આ દાવાને નકારતા કોઈપણ કરારનો ઈન્કાર કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના સી-ફાર્મા સાથે ડીલનો દાવો
તાલિબાને દાવો કર્યો છે કે તેણે ઓસ્ટ્રેલિયન કંપની Cpharm સાથે ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ સોદો અફઘાનિસ્તાનમાં શણ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તાલિબાને ગાંજાના વેપારને કાનૂની માન્યતા આપવાની વાત કરી છે. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ક્વરી સઈદ ખોસ્તીએ જણાવ્યું હતું કે ડીલ ફાઈનલ થઈ ગઈ છે અને થોડા દિવસોમાં કામ શરૂ થઈ શકે છે. ખોસ્તીએ કહ્યું કે કંપની દવા બનાવવા માટે તૈયાર ગાંજાનો ઉપયોગ કરશે. હજારો એકર જમીન ગાંજા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉત્પાદન અને રક્ષણ માટે કંપની સાથે ડીલ
ગાંજાના ઉત્પાદન અને સંરક્ષણ અંગે Cpharm સાથે કાનૂની સોદો થશે. પરંતુ Cpharm એ તાલિબાનના દાવાને ફગાવી દીધો છે. કંપનીએ કહ્યું કે ગાંજાને લઈને કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી.
Cpharmaએ એક નિવેદન જારી કરીને કહ્યું, ‘અમને માહિતી મળી છે કે અમારી કંપની ક્રીમમાં ગાંજા નો ઉપયોગ કરવા માટે તાલિબાન સાથે કોઈક પ્રકારની ડીલ કરી રહી છે. વિશ્વની ઘણી મીડિયા સંસ્થાઓએ આ અંગે અમારો સંપર્ક કર્યો છે. કંપની તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ન તો કોઈ વસ્તુનું ઉત્પાદન કરશે અને ન તો સપ્લાય કરશે.
કંપની વતી કહેવામાં આવ્યું છે કે અમે ઓસ્ટ્રેલિયામાં ફાર્મા ઉદ્યોગને તબીબી સલાહ આપીએ છીએ. અમારો તાલિબાન કે ગાંજા સાથે કોઈ સંબંધ નથી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ નથી જાણતા કે તાલિબાન મીડિયા દ્વારા આ ડીલની વાતો ક્યાંથી આવી રહી છે.
કચ્છ / કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ, શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું
National / દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આ તારીખથી થઈ શકે છે શરૂ
