National/ દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આ તારીખથી થઈ શકે છે શરૂ

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર માર્ચ 2020 થી પ્રતિબંધ અમલમાં છે. હવે કોરોના કેસમાં ઘટાડો નોધાતા સરકાર ધીરે ધીરે ફ્લાઇટ પરનો પ્રતિબંધ દૂર કરવા વિચારણા કરી રહી છે

Top Stories India
  • ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય
  • કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી બંધ
  • પ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો પર પ્રતિબંધ
  • ફ્લાઇટ્સને 14 ડિસેમ્બરથી મંજૂરી મળવાની શક્યતા
  • યુકે, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ પર પ્રતિબંધ

કોરોના કાળમાં લગભગ દોઢ વર્ષથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે હવે લાંબી પ્રતીક્ષા બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ નિયમિત રીતે પોતાની ઉડાન ભરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “નિયમિત ધોરણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપી શકે છે. જો કે, જે દેશોમાં કોરોના વાયરસનો ચેપ હજુ પણ ફેલાઈ રહ્યો છે ત્યાંની ફ્લાઈટ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. આ પહેલા બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

સૂત્રોએ જણાવ્યું કે લગભગ 14 એવા દેશો છે જે ફ્લાઈટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, કોરોનાના કેસ ફરી વધવાને કારણે તે તમામ દેશોમાં પ્રતિબંધો હજુ પણ લાગુ રહેશે. પ્રતિબંધિત દેશોની યાદીમાં યુરોપિયન યુનિયન અને કેટલાક અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે જ્યાં કોરોનાનું નવું વર્ઝન મળી આવ્યું છે. સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોવિડને કારણે ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર માર્ચ 2020 થી પ્રતિબંધ અમલમાં છે. હવે કોરોના કેસમાં ઘટાડો નોધાતા સરકાર ધીરે ધીરે ફ્લાઇટ પરનો પ્રતિબંધ દૂર કરવા વિચારણા કરી રહી છે. દરમિયાન, પ્રવાસન ઉદ્યોગ પણ એવા દેશો માટે ફ્લાઇટ શરૂ કરવા વિનંતી કરી છે જ્યાં કોરોના નિયંત્રણમાં છે.

પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે, સરકારે અગાઉ 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી હતી અને ત્યારબાદ 15 નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે, યુરોપ અને ઘણા દેશોમાં કોરોના સંક્રમણના પુનરુત્થાનને કારણે ફ્લાઈટ્સ શરૂ થઈ શકી નથી.

 બ્લેક ફ્રાઈડે /  સેન્સેક્સ 1,688 પોઈન્ટ્સ ગબડ્યો, નવા કોવિડ-19 વેરિઅન્ટે વૈશ્વિક રોકાણકારોને ડરાવ્યા,  7.5 લાખ કરોડનું ધોવાણ

બનાસકાંઠા / CMને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત