Not Set/ શું આપ જાણો છો સેવન સિસ્ટર્સ વિશે?

2019માં રિલીઝ થઇ ફિલ્મ ઉરી ના શરૂઆત નો દ્રશ્ય કદાચ યાદ હશે તમને જેમાં સેવન સિસ્ટર્સ ના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. આ દ્રશ્યો એ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. એજ સેવન સિસ્ટર્સ જેના માટે આપણો પાડોશી દેશ ચીન મીટ માંડી ને બેઠો છે. સેવન સિસ્ટર્સ એટલે સાત રાજ્યોનો મિલાપ, જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, […]

India

2019માં રિલીઝ થઇ ફિલ્મ ઉરી ના શરૂઆત નો દ્રશ્ય કદાચ યાદ હશે તમને જેમાં સેવન સિસ્ટર્સ ના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. આ દ્રશ્યો એ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. એજ સેવન સિસ્ટર્સ જેના માટે આપણો પાડોશી દેશ ચીન મીટ માંડી ને બેઠો છે. સેવન સિસ્ટર્સ એટલે સાત રાજ્યોનો મિલાપ, જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા સામેલ છે. જો કે આ રાજ્યોની સંસ્કૃતિ એક બીજા થી સાવ અલગ છે પણ રાજનીતિક, સામાજિક અને આર્થિક રીતે એક પ્રકાર ના છે.

1947માં ભારત જયારે બ્રિટીશ રાજ થી મુક્ત થયું ત્યારે ભારત ના પૂર્વોત્તરમાં ત્રણ મોટા રાજ્યો હતા. મણિપુર, ત્રિપુરા અને આસામ જેનું પાટનગર શિલૉંગ હતું પણ હાલ ના સમયમાં તે મેઘાલયનું પાટનગર છે. ત્યારબાદ આ રાજ્યોમાંથી બીજા ચાર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.1963માં નાગાલૅન્ડ અસ્તિત્વમાં આવ્યું જયારે 1972માં મેઘાલય રાજ્ય અને મિઝોરમ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા અને અંતમાં 1987માં અરુણાચલ પ્રદેશ અસ્તિત્વમાં આવ્યું. આ રાજ્યોમાં બોડો, નિશી, ગારો, નાગા અને ભૂટિયા સિવાય અનેક પ્રકારની જન જાતીયો વાસ કરે છે.

નોર્થઈસ્ટ ના આ સાત રાજ્યો સમગ્ર વિશ્વમાં પોતાનામાં સમયેલી પ્રાકૃતિક સંપદા માટે ઓળખાય છે. પ્રાકૃતિક સંપદા અને સાંસ્કૃતિક વૈભવનો ભંડાર અહીં વિખરાયેલુ પડ્યું છે. ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં બીજે ક્યાય આ પ્રાકૃતિક નજારો જોવા ન મળે. અહીં જુદા જુદા વંશોની અગણિત ભાષાઓ, અગણિત લોકો અગણિત સંસ્કૃતિઓ જોવા મળે છે. અહીં આવી કુદરતની રચના જોવા અને સમજવા વાળા લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે.

અહીં નાના ક્ષેત્રમાં 220થી પણ વધુ નસલના લોકો વાસ કરે છે. જેટલી નસલ તેટલી ભાષાઓ અને તેઓની જુદી જુદી સંસ્કૃતિઓ. કુદરતે જાણે પોતાનો પુરો ખજાનો અહીં ઢોલી દીધો છે. આ ક્ષેત્રમાં 51 પ્રકાર ના વન અને અગણિત અલગ અલગ જાતિઓ જોવા મળે છે.

પુરાણોમાં પણ આ ક્ષેત્રનું વર્ણન છે !

આ ક્ષેત્રનું વર્ણન આપણા ધાર્મિક ગ્રંથો રામાયણ અને મહાભારતમાં પણ છે. પ્રાગ્જ્યોતિષપુર અને કામરૂપ આ ક્ષેત્રના બે નામ છે જેનું ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં છે. પ્રાગ્જ્યોતિષપુર ના નરેશ નરકાસુર ની વાર્તાઓ ખુબ જ વિખ્યાત છે. આ અસુર ને ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધમાં સંહાર કર્યું હતું અને તેના કૈદમાં રહેલી 16100 રાજ કન્યાઓ ને મુક્તિ આપી હતી. નરકાસુરનો પુત્ર ભગદત્ત મહાભારત ના યુદ્ધમાં કૌરવો તરફ થી યુદ્ધ કર્યું હતું. આસામનું પહેલું ઐતિહાસિક સામ્રાજ્ય કામરૂપી નામ થી ઓળખાય છે. આ સામ્રાજ્ય ઈ. 350 થી 1940 સુધી રહ્યું. 800વર્ષ સુધી આ સામ્રાજ્ય કાયમ રહ્યું જેમાં 3રાજ વંશોએ રાજ કર્યું. દસમી શતાબ્દીમાં લખાયેલી કાલિકાપુરાણમાં કામરૂપના પૂર્વ સીમા પર આવેલી તામરેજશ્વરી દેવી મંદિર નો પણ ઉલ્લેખ છે.

આપણો પાડોશી દેશ ચીન આ ક્ષેત્ર માટે મીટ માંડી ને બેઠો છે ત્યારે આપણા માટે જવાબદારી વધે છે કે ભારતનો એ વિસ્તાર પાડોશી દેશ ન છીનવી લીયે આ માટે સેવન સિસ્ટર્સ ના કુદરતી સૌંદર્ય ને નિહાળવા આપણે જવું જોઈએ જેથી તે વિસ્તાર અને વિસ્તારના લોકો ને સન્માન મળે. ખરાઅર્થમાં જોવા જઈએ તો તે વિસ્તારના લોકો ને આપણે સૌ ચીની અને નેપાલી કહી ને બોલાવ્યે છીએ જેથી તેમનામાં અલગતા ભાવ ઉત્પન થાય છે. આ નાજુક પરિસ્થિતિ ના ઉકેલ માટે એ વિસ્તારની મુલાકાત લેવી અત્યંત જરૂરી છે જેથી તે ક્ષેત્રમાં ટુરિઝમ વધે અને ત્યાંના લોકો ને વધુ રોજગારી મળે.

– ધ્રુવ કુંડેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.