Not Set/ Video: ભ્રષ્ટાચારનું ગાબડું, ખેતરોમાં ફરી વળ્યું પાણી,કપાસના પાકને નુકસાન

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમાં મસમોટુ ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું હતું. કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. કેમ કે કેનાલ બનાવવામાં સરકારી બાબુઓએ એટલી બધી મલાઈ તારવી લીધી છે કે, કોન્ટ્રાક્ટરે કેનાલોની દિવાલમાં સિમેન્ટ કરતાં માટીનું પ્રમાણ વધારે રાખી દઈને કેનાલો તૈયાર કરી દીધી છે. આ સંજોગોમાં નહેરમાં […]

Top Stories Gujarat Others Videos

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમાં મસમોટુ ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું હતું. કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.

કેમ કે કેનાલ બનાવવામાં સરકારી બાબુઓએ એટલી બધી મલાઈ તારવી લીધી છે કે, કોન્ટ્રાક્ટરે કેનાલોની દિવાલમાં સિમેન્ટ કરતાં માટીનું પ્રમાણ વધારે રાખી દઈને કેનાલો તૈયાર કરી દીધી છે.

આ સંજોગોમાં નહેરમાં પાણીનું વહેણ હોય તેનાં કારણે માટીની બનેલી દિવાલ તૂટી જાય અને તેનાં કારણે લાખો લીટર પાણીનો બગાડ થાય છે. આ સાથે જ આસપાસનાં ખેતરોમાં  પાણી ફરી વળતા ખેતરોના કપાસના પાકને ભારે નુકશાન થયું હતું.