Oman-Gujarat Gas Pipeline/ ઓમાનથી સીધો ગુજરાત આવશે ગેસ! 2000 કિમી લાંબી અંડર-સી પાઈપલાઈનથી ભારતને મળશે મોટો ફાયદો

ઓમાન અને ગુજરાત વચ્ચે 2000 કિમી લાંબી ડીપ-સી ગેસ પાઈપલાઈન (Oman Gujarat Gas Pipeline) પ્રોજેક્ટને નવી ગતિ. ₹40 હજાર કરોડના ખર્ચે બનનારી પાઈપલાઈનથી ભારતને અવિરત ગેસ પુરવઠો અને હોર્મુઝ પરની નિર્ભરતામાં ઘટાડો થશે.

Top Stories Gujarat Others Breaking News
Oman Gujarat Gas Pipeline:અરબ સાગરના તળિયે બનશે 2000 KM લાંબી ગેસ લાઈન

Oman-Gujarat Gas Pipeline: મિડલ ઈસ્ટમાં વધતા ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યું છે. ઓમાન અને ગુજરાતને સીધા જોડતી અંદાજે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઈપલાઈન (Oman Gujarat Gas Pipeline) યોજના ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ પ્રોજેક્ટ સાકાર બનશે તો ભારતને કુદરતી ગેસનો અવિરત પુરવઠો મળી શકશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે ઘટશે.

વર્ષોથી ચર્ચામાં રહેલી આ યોજના અગાઉ ઊંચા ખર્ચ, ટેક્નિકલ પડકારો અને વ્યાવસાયિક અવરોધોના કારણે આગળ વધી શકી નહોતી. જોકે હવે ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ થતાં પ્રોજેક્ટને નવી ગતિ મળી હોવાનું જાણવા મળે છે.

40 હજાર કરોડથી વધુનો ખર્ચ

પ્રાથમિક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹40,000 કરોડનો ખર્ચ થઈ શકે છે. પાઈપલાઈન (Oman Gujarat Gas Pipeline) અરબ સાગરના સમુદ્ર તળિયેથી પસાર થશે અને તે વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ગેસ પાઈપલાઈન યોજનાઓમાંની એક બની શકે છે.

હોર્મુઝ પરની નિર્ભરતા ઘટશે

ભારત પોતાની ઊર્જા જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને LNGનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. હાલ આ સપ્લાય મોટાભાગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગે ભારત પહોંચે છે. જો આ માર્ગમાં કોઈ વિક્ષેપ આવે તો ઇંધણના ભાવ અને સપ્લાય ચેઈન પર સીધી અસર થાય છે. નવી પાઈપલાઈન કાર્યરત બન્યા બાદ ઓમાનથી ગુજરાત સુધી સીધો ગેસ પુરવઠો શક્ય બનશે, જેના કારણે ઊર્જા સુરક્ષામાં વધારો થશે.

સમુદ્રની 3,000 મીટરથી વધુ ઊંડાઈમાં પાઈપલાઈન

પ્રસ્તાવિત રૂટનો કેટલાક ભાગ સમુદ્ર તળથી 3,000 મીટરથી વધુ ઊંડાઈમાં પસાર થવાનો અંદાજ છે. આ કારણે આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક એન્જિનિયરિંગ અને વિશેષ ટેક્નોલોજીની જરૂર પડશે.

Oman Gujarat Gas Pipeline: ગેસ પરિવહન ખર્ચ કેટલો રહેશે?

પ્રોજેક્ટના પ્રારંભિક અંદાજ મુજબ ગેસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 2 થી 2.25 ડોલર પ્રતિ MMBTUની આસપાસ રહી શકે છે. જોકે અંતિમ ખર્ચ બાંધકામ, ફંડિંગ અને વૈશ્વિક ગેસ બજારની સ્થિતિ પર આધારિત રહેશે.

ભારત માટે શા માટે મહત્વપૂર્ણ?

આ પાઈપલાઈન (Oman Gujarat Gas Pipeline) માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નહીં પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા માટેનો વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહી છે. આ યોજના સફળ બને તો ભારતને લાંબા ગાળે સ્થિર ગેસ પુરવઠો મળશે અને વૈશ્વિક તણાવની સ્થિતિમાં પણ ઊર્જા સપ્લાય પર ઓછો પ્રભાવ પડશે.


આ પણ વાંચો:બ્રૂકફિલ્ડ કંપની અંબાણી ગેસ પાઈપલાઈન કંપનીને 14,000 કરોડમાં ખરીદશે

આ પણ વાંચો:તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

આ પણ વાંચો:હવે ઘરે બેઠા મેળવો મફત PNG ગેસ કનેક્શન, ₹500 ની ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ