Gujarat News : ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ચર્ચાઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની વારંવારની મુલાકાતો, રાજ્યમાં દુષ્કાળ (Gujarat Drought)જેવી સ્થિતિની આશંકા અને સરકાર સામે ઊભા થઈ રહેલા વિવિધ જનપ્રશ્નોને પગલે રાજકીય વર્તુળોમાં વહેલી ચૂંટણી (Early Election)ની અટકળો શરૂ થઈ છે. ડિસેમ્બર 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નિર્ધારિત સમય કરતાં વહેલી યોજાઈ શકે છે તેવી ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. જોકે, વહેલી ચૂંટણી અંગે ભાજપ કે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વડાપ્રધાનની સતત મુલાકાતોથી વહેલી ચૂંટણીની અટકળો તેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ છેલ્લા કેટલાક સમયથી રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. 30-31 ઓક્ટોબર બાદ 13-14 નવેમ્બરના રોજ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવે 19 નવેમ્બરના રોજ જામનગરની સંભવિત મુલાકાતની ચર્ચા ચાલી રહી છે. ટૂંકા ગાળામાં વારંવાર થતા આ પ્રવાસોને રાજકીય વિશ્લેષકો આગામી ચૂંટણીની (Early Election)તૈયારીઓ સાથે જોડીને જોઈ રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે ભાજપ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ નિર્ધારિત સમય કરતાં વહેલી (Early Election)શરૂ કરવા માગે છે. સરકારની કામગીરી, સંગઠનની સ્થિતિ અને જનતાના મૂડને ધ્યાનમાં રાખીને ચૂંટણીની રણનીતિ (BJP Election Strategy)ઘડાઈ રહી હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
દુષ્કાળનું સંકટ ભાજપ માટે બની શકે છે મોટો પડકાર
વહેલી ચૂંટણીની (Early Election)અટકળો પાછળ રાજ્યમાં ઊભી થયેલી વરસાદની અછત અને દુષ્કાળ (Gujarat Drought)જેવી સ્થિતિને પણ મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. નબળા ચોમાસાને કારણે અનેક વિસ્તારોમાં ખેતી અને જળસંગ્રહ પર અસર થવાની ચિંતા છે. આગામી ઉનાળામાં પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારો અને ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા ગંભીર બની શકે છે.
જો ઉનાળા દરમિયાન પાણી અને ઘાસચારાની અછત વધશે તો ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સરકાર સામે રાહત અને સહાયના મુદ્દે સવાલો ઊભા થઈ શકે છે.
રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા છે કે દુષ્કાળની અસર વધુ ગંભીર બને તે પહેલાં ચૂંટણી (Early Election)યોજવાનો નિર્ણય ભાજપ માટે રાજકીય રીતે અનુકૂળ બની શકે છે. જોકે, આ માત્ર રાજકીય અટકળો છે, કોઈ સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો નથી.
ખેડૂતો અને મધ્યમ વર્ગમાં નારાજગીના મુદ્દા
રાજ્યમાં સરકાર સામે અનેક મુદ્દાઓને લઈને અસંતોષ (Public Anger)હોવાની ચર્ચા છે. ખાસ કરીને ખેડૂતોને પાક નિષ્ફળ જવા છતાં પૂરતું વળતર ન મળવું, ખાતર અને બિયારણની અછત તેમજ ટેકાના ભાવના પ્રશ્નો મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
ખેતીની જમીનો પરથી પસાર થતા વીજપોલ અને વીજલાઇનના વળતરનો મુદ્દો પણ ખેડૂતોમાં નારાજગીનું કારણ બની રહ્યો છે. બીજી તરફ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને વહીવટી પ્રક્રિયાઓમાં વિલંબને લઈને સામાન્ય નાગરિકોમાં અસંતોષ (Public Anger)જોવા મળી રહ્યો હોવાની ચર્ચા છે.
આ ઉપરાંત રાજ્યમાં રસ્તાઓ અને પુલોના નબળા બાંધકામ, ગુંડાગીરી અને અસામાજિક તત્ત્વોના ત્રાસ જેવા મુદ્દાઓ પણ સરકાર માટે પડકાર બની રહ્યા છે. મધ્યમ વર્ગ મોંઘવારીથી પરેશાન છે, જ્યારે સરકારી ભરતીની તકો મર્યાદિત હોવાને કારણે શિક્ષિત યુવાનોમાં પણ નારાજગીની લાગણી હોવાનું માનવામાં આવે છે.
લોકાર્પણો અને વિકાસકાર્યોના સહારે ચૂંટણીની તૈયારી?
વડાપ્રધાનની ગુજરાત મુલાકાતો દરમિયાન વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તને પણ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૂંટણી નજીક આવે ત્યારે વિકાસકાર્યોની જાહેરાતો, સરકારી યોજનાઓ અને સંગઠનાત્મક કાર્યક્રમો દ્વારા જનતાની વચ્ચે પહોંચવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષ કરે છે.
ભાજપ માટે ગુજરાત લાંબા સમયથી રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ રાજ્ય રહ્યું છે. ત્રણ દાયકાથી વધુ સમયના શાસન બાદ હવે સરકાર સામે સત્તાવિરોધી માહોલ કેટલો છે તે આગામી ચૂંટણીમાં મહત્ત્વનું બની શકે છે.
બીજી તરફ, વિપક્ષ દ્વારા પણ ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની તૈયારી થઈ શકે છે.
જનતાના પ્રશ્નો કે સત્તાનું રાજકારણ, કોનો પડશે દાવ ભારે?
ગુજરાતમાં દુષ્કાળની આશંકા વચ્ચે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સરકારી સહાયની અપેક્ષા છે. આવી સ્થિતિમાં વહેલી ચૂંટણીની ચર્ચાએ રાજકીય સવાલો ઊભા કર્યા છે. શું ભાજપ ખરેખર ડિસેમ્બર 2027 પહેલાં ચૂંટણી યોજવાનું વિચારી રહ્યું છે કે પછી વડાપ્રધાનના સતત પ્રવાસો આગામી ચૂંટણીની સામાન્ય તૈયારીઓનો જ ભાગ છે?
આગામી દિવસોમાં ભાજપના સંગઠનાત્મક નિર્ણયો, સરકારની જાહેરાતો અને વિપક્ષની રણનીતિ પરથી રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે. અંતે ગુજરાતની જનતા માટે દુષ્કાળ, ખેતી, રોજગાર, મોંઘવારી અને વિકાસ જેવા પાયાના પ્રશ્નો જ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પરિવર્તન અને પુનરાવર્તન એકસાથે
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર? યુવા અને મહિલા ચહેરાઓને મળી શકે છે તક
