ધરપકડ/ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર પતંગ ચગાવનારની ધરપકડ,ચાઇનીઝ દોરી વાપરતા પહેલા ચેતી જજો

 ગુજરાતમાં ચાઇનીઝ દોરીના લીધે રાજ્યમાં દર વર્ષે અનેક લોકોના મોત થઇ જાય છે જેના લીધે પ્રશાસન એલર્ટ થઇ ગયું છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Top Stories Gujarat
Kite flyer arrested
  • ગુજરાતનો પ્રથમ કિસ્સો પતંગ ચગાવનારની ધરપકડ
  • અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારની ધરપકડ
  • ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ
  • ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓને સબક શીખવાડ્યો

Kite flyer arrested      ગુજરાતમાં ચાઇનીઝ દોરીના લીધે રાજ્યમાં દર વર્ષે અનેક લોકોના મોત થઇ જાય છે જેના લીધે પ્રશાસન એલર્ટ થઇ ગયું છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રએ ચાઇનીઝ દોરી સામે લાલ આંખ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. હાઇકોર્ટના કડક વલણ બાદ પોલીસ ચાઇનીઝ દોરી મામલે ખૂબ જ કડકાઇથી પગલા લઇ રહી છે, આવામાં પ્રથમ વખત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે Kite flyer arrested કે ચાઇનીઝ દોરીના લીધે અનેક લોકોના ગળા કપાઇ રહ્યા છે, ત્યારે હાઇકોર્ટે પણ આ મામલે કડક વલણ દાખવ્યું છે. જે બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે, ત્યારે હવે પોલીસની કાર્યવાહી ચાઇનીઝ દોરી વેચનારાઓ સુધી સિમિત રહી નથી, હવે પોલીસ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓને પણ સબક શીખવાડી રહી છે. આવો જ એક ગુજરાતનો પ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.હાલમાં વડોદરામાંથી પણ ચાઇનીઝ દોરી પકડાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

(Kite flyer arrested)  સરકાર દ્વારા ચાઈનીઝ તુક્કલના વેચાણ કે સંગ્રહ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ છતાં પણ કેટલાક વેપારીઓ તગડો નફો રળી લેવા અને પોતાના અંગત ફાયદા હેતુસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી ડભોઈ પોલીસ અને જિલ્લા ગ્રામ્ય SOGને મળી હતી. જે બાદ ચેકિંગ હાથ ધરી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરાની રીલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

New Chief Secretary /ગુજરાતને મળશે ટૂંક સમયમાં નવા મુખ્ય સચિવ, આ ત્રણ નામ છે મોખરે,જાણો

Video/વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા વૃંદાવન, દીકરી વામિકા સાથે વીડિયો વાયરલ

યોજના/ મફત રાશન બાદ હવે મોદી સરકાર આપશે આ વસ્તુ ફ્રી,આ શાનદાર યોજના વિશે જાણો