Gujarat Weather/ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ,આગામી ચાર દિવસ 40°Cથી વધુ તાપમાન,ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

ગુજરાતમાં ફરી ગરમીનો ત્રાસ વધ્યો, રાજકોટમાં 42°C અને અમદાવાદમાં 41°C પાર. ભારતીય હવામાન વિભાગ મુજબ 19-20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં વરસાદની (Rain Alert) શક્યતા.

Top Stories Gujarat Breaking News
Rain Alert

Gujarat Weather:વરસાદના (Rain Alert) તાજેતરના રાઉન્ડ પછી ગુજરાતમાં ફરીથી અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતા તડકા અને ગરમ-ભેજવાળી હવાએ લોકોને ત્રાહિમામ પોકારી ઉઠાવ્યા છે. હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં આકરો તાપ જારી રહેશે,ત્યારબાદ 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદના સંકેતો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારો અને ઉકળાટ વર્તાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ભારે અકળામણનો સામનો કરવો પડી રહ્યો છે.રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અહીં મહત્તમ તાપમાન 42°C આસપાસ નોંધાયું છે.જ્યારે અમદાવાદ મહત્તમ તાપમાન 41.0°C થી 41.4°C વચ્ચે રહ્યું છે.

કમોસમી વરસાદની (Rain Alert) આગાહી 

અન્ય શહેરોમાં પણ વડોદરા, અમરેલી સહિત અનેક જગ્યાએ તાપમાન 40°Cથી ઉપર નોંધાયું છે.ગરમ અને સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો થયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી આવા ગરમ અને સૂકા પવનો ફૂંકાવાની શક્યતા છે.

15 થી 18 એપ્રિલ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. મહત્તમ તાપમાન 40°Cથી 42°C આસપાસ અથવા તેનાથી વધુ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અકળામણ વધુ વધશે.

19 અને 20 એપ્રિલ દરમિયાન ઉત્તર સાબરકાંઠા, અરવલ્લી,દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain Alert) પડી શકે છે.અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે.વરસાદ પછી ગરમીમાં અસ્થાયી રાહત મળી શકે છે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી છે.


આ પણ વાંચો : ગરમી વચ્ચે માવઠાનો માર! ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 40°C પાર

આ પણ વાંચો :ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી