Rajkot News/ રાજકોટમાં ફૂડ વિભાગનો દરોડો: બાલાજી ઢોસા સેન્ટરમાંથી 115 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો, દુકાન સીલ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી ઢોસા સેન્ટરમાં ફૂડ વિભાગે દરોડો (Rajkot Food Department Raid) પાડી 115 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કર્યો. નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો અને દુકાન સીલ કરવામાં આવી.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Food Department Raid:વાસી ચટણી અને નૂડલ્સનો જથ્થો ઝડપાયો, રૂ.10 હજાર દંડ

Rajkot News: રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલા બાલાજી ઢોસા સેન્ટર પર ફૂડ વિભાગ (Rajkot Food Department Raid) ની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Rajkot Food Department Raid : ઢોસા સેન્ટરમાં ફૂડ વિભાગનો દરોડો

ફૂડ વિભાગ (Rajkot Food Department Raid) ના અધિકારીઓએ સ્થળ પરથી અંદાજે 115 કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં વાસી ચટણી, નૂડલ્સ અને અન્ય ખાદ્ય સામગ્રીનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. માનવ આરોગ્ય માટે જોખમી બની શકે તેવી આ સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે સંચાલકો દ્વારા જરૂરી ફૂડ લાઇસન્સ વગર જ ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ સંચાલકો સામે કાર્યવાહી કરી રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગે (Rajkot Food Department Raid)  વધુ તપાસના ભાગરૂપે ઢોસા સેન્ટરને સીલ કરી દીધું છે. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે અને લોકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે.

ફૂડ વિભાગ (Rajkot Food Department Raid) ની આ કાર્યવાહીને સ્થાનિક નાગરિકોએ આવકારી છે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે નિયમિત ચકાસણી કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો:રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, તેલના નમૂના નિષ્ફળ જતાં કાર્યવાહી, 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

આ પણ વાંચો:રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

આ પણ વાંચો:રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા