Not Set/ બોટાદ/ કોંગ્રેસમાં ભંગાણ, માર્કેટયાર્ડના ચેરમેન અને અન્ય ત્રણ ભાજપમાં જોડાયા

બોટાદ કોંગ્રેસમાં આજે મોટું ગાબડું પડ્યું છે. બોટાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માર્કેટયાર્ડના ચેરમેન ડી.એમ પટેલ અને ત્રણ અન્ય ડિરેક્ટર કોંગ્રેસ ને બાય બાય કરી અને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપના જોડાઈ રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાંમાં પણ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. હજુ થોડા દિવસો પહેલા જ માર્કેટિંગયાર્ડના વાઇસ ચેરમેન સહિત […]

Gujarat Others

બોટાદ કોંગ્રેસમાં આજે મોટું ગાબડું પડ્યું છે. બોટાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માર્કેટયાર્ડના ચેરમેન ડી.એમ પટેલ અને ત્રણ અન્ય ડિરેક્ટર કોંગ્રેસ ને બાય બાય કરી અને ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપના જોડાઈ રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાંમાં પણ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. હજુ થોડા દિવસો પહેલા જ માર્કેટિંગયાર્ડના વાઇસ ચેરમેન સહિત પાંચ ડિરેકટર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

તો આજે કોંગ્રેસના અગ્રણી અને બોટાદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.એમ પટેલ કોંગ્રેસમાં રાજીનામુ આપી ભાજપના અગ્રણીઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેઓની સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડના અન્ય ત્રણ ડિરેક્ટરો પણ ભાજપમાં જોડાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે ડીએમ પટેલ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા,

ડીએમ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે. તેમજ આયાતું લોકોને કોંગ્રેસ પ્રોત્સાહન આપે છે જેના કારણે પાયાના કાર્યકરોમાં  રોષ જોવા મળે છે જેના કારણે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. અને તેઓ ભાજપમાં જોડાઈ કોઈ પણ ચૂંટણી લડવાના નથી પરંતુ ભાજપમાં રહી લોકોની સેવા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.