National News/ ન પાસપોર્ટ છે, ન વિદેશ જવાના પૈસા, નીટ પરીક્ષાના સેન્ટરમાં NTA ની મોટી બેદરકારી પર ભડક્યો વિપક્ષ

NEET ની ફરીથી યોજાનારી પરીક્ષા પહેલાં NTA ની મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના એક વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર અબુ ધાબી આપી દેવાતા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ NTA અને શિક્ષણ વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.

NATIONAL Top Stories India
NEET

NEET Exam NTA Negligence: દેશમાં ફરીથી યોજાનારી NEET (Re-નીટ) પરીક્ષાને હવે ગણતરીના કલાકો જ બાકી છે, તેવા સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની એક અત્યંત ચોંકાવનારી અને મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના એક ગરીબ વિદ્યાર્થીના એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર (Exam Center) તરીકે સીધું વિદેશનું ‘અબુ ધાબી’ શહેર દર્શાવવામાં આવ્યું છે! આ વિદ્યાર્થી પાસે ન તો પાસપોર્ટ છે, ન તેના પરિવાર પાસે તેને વિદેશ મોકલવાના પૈસા છે. આ ઘટના બહાર આવતા જ વિપક્ષે સોશિયલ મીડિયા પર સરકાર અને NTA ને ઘેરવાનું શરૂ કર્યું છે.

બાળકોના ભવિષ્ય સાથે જુગાર રમવાનું બંધ કરો: રાહુલ ગાંધી(NEET)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા NTA ને સવાલ કર્યો છે કે, “આખરે આવું થઈ પણ કેવી રીતે શકે? જે સિસ્ટમ એક બાળકને તેના જ શહેરમાં સેન્ટર આપી શકતી નથી, પરંતુ સીધું વિદેશ મોકલી દે છે, તેને પરીક્ષા યોજવાનો કોઈ હક નથી. NTA દેશના બાળકો અને વાલીઓની ધીરજની કસોટી કરી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ હવે શિક્ષણ વ્યવસ્થા નથી રહી, પરંતુ આખી પેઢીના પૈસા, સમય અને માનસિક શાંતિની વસૂલાત છે. અમારા બાળકોના ભવિષ્ય સાથે જુગાર રમવાનું બંધ કરો.

બીજી તરફ, શિવસેના (UBT) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આને વિદ્યાર્થી માટે મોટો માનસિક તણાવ ગણાવ્યો છે અને NTA ની કાર્યપ્રણાલી પર આકરા પ્રહારો કર્યા છે. આ ગંભીર છબરડાને કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય હવે અધ્ધરતાલ થઈ ગયું છે.


આ પણ વાંચો: તમે કંઈ શીખ્યા જ નથી”, નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટનો NTA પર આક્રોશ

આ પણ વાંચો: Telegram પર ‘Re-NEET 2026’ પેપર લીકના નામે મહાકૌભાંડ

આ પણ વાંચો:  NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર