Gandhinagar News : દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. Telegram એપ્લિકેશન પર સક્રિય કેટલીક શંકાસ્પદ ચેનલો દ્વારા “Re-NEET 2026” નું પેપર લીક થયું હોવાના દાવા કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં અંદાજે ₹5.74 કરોડથી વધુની રકમ ઉઘરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કથિત રીતે 7901 જેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.
Telegram એપ્લિકેશન પર સક્રિય કેટલીક શંકાસ્પદ ચેનલો દ્વારા Re-NEET 2026નું પેપર લીક થયું હોવાના દાવા 
“RENEET LEAKER” નામની Telegram ચેનલ ચલાવતા “Raghav Sir” નામના વ્યક્તિ પર સમગ્ર નેટવર્ક ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કથિત Audio Recordingમાં આ વ્યક્તિ અગાઉ પણ પેપર લીક કરાવ્યાની વાત કરતો હોવાનું જણાવાયું છે. સાથે જ એક MLAની સંડોવણી હોવાનો અને “આ આખું System છે” જેવા દાવાઓ પણ સામે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
હાલ સુધી આ Audio Recording અથવા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ મામલો ગંભીર બનતા તપાસની માંગ તેજ બની છે.
સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ?
આ Telegram ગ્રુપોમાં Reservation મુદ્દે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ થતો હોવાનો પણ આક્ષેપ છે. “Reservation ન હોત તો Paper Leak કરવાની જરૂર ન પડત” જેવા મેસેજ દ્વારા વિદ્યાર્થીઓમાં જાતિ આધારિત દ્વેષ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવાયું છે.
શંકાસ્પદ Telegram ચેનલોની યાદી જાહેર
આ મામલે કેટલીક Telegram ચેનલો શંકાના ઘેરામાં હોવાનું જણાવાયું છે. જેમાં નીચેની ચેનલોનો સમાવેશ થાય છે:
- @RENEETLEAKER
- @RENEET_LEAKER
- @RENEET_LEAKERS
- @RENEET_PAPERLEAK
- @NEET_HANDLER
- @WASSPHERE
- @RAREOB
વિદ્યાર્થીઓ અને વાલીઓને ચેતવણી
વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ Telegram ચેનલ દ્વારા કરવામાં આવતા Paper Leakના દાવાઓ પર વિશ્વાસ ન કરે. આવી લાલચ આપતી ચેનલો પૈસા પડાવવા માટેનું Trap હોઈ શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે કોઈપણ સત્તાવાર પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા દ્વારા વેચાતું હોવાનો દાવો મોટાભાગે છેતરપિંડી જ હોય છે.
પ્રેસ કોન્ફરન્સમાં પુરાવા જાહેર કરવાની તૈયારી
આ સમગ્ર મામલે Screenshot, Audio Recording, Video અને Financial Transactions સહિતના ડિજિટલ પુરાવાઓ મીડિયા અને તપાસ એજન્સીઓ સમક્ષ રજૂ કરવા માટે વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
સરકાર અને તપાસ એજન્સીઓ પાસે મુખ્ય માંગણીઓ
મામલે Cyber Forensic તપાસ, UPI અને Bank Transactions ટ્રેકિંગ, Telegram ચેનલોને Block કરવાની કાર્યવાહી અને નિષ્પક્ષ SIT રચવાની માંગ ઉઠી છે. સાથે જ આરોપીઓ સામે IPC, IT Act અને Public Examination Act હેઠળ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા સામે મોટો સવાલ
આ પ્રકારના કૌભાંડો માત્ર આર્થિક છેતરપિંડી પૂરતા મર્યાદિત નથી, પરંતુ દેશની પરીક્ષા પ્રણાલી અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ગંભીર પડકાર ઉભો કરે છે. હવે તપાસ એજન્સીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે
