- ગુજરાતના 584 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા
- યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓને લઇ ચિંતા વધી
- વિર્દ્યાર્થીઓની વાપસી માટે સતત કેન્દ્રના સંપર્કમાં સરકાર
- ભારતીય એમ્બેસી સાથે સતત સંપર્કમાં રાજ્ય સરકાર
- રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન
- દિલ્હી-મુંબઈમાં 100 વિદ્યાર્થીઓ આજે પરત ફરશે
ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયા છે. આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરુ કરી છે. હેલ્પલાઈન નંબર – 079- 232- 38278. Email – [email protected] રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે. ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા હોવાની માહિતી મળી છે
શિક્ષણમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે યુક્રેનથી યુવાઓને પરત લાવવા રેસ્ક્યૂ ફ્લાઈટ શરુ કરી છે. તે અંતર્ગત બે ફ્લાઈટ દ્વારા ગુજરાતના કુલ 100 જેટલા યુવાઓ શનિવારે મોડી રાત્રે મુંબઈ અને રવિવાર વહેલી સવાર સુધીમાં દિલ્હી આવી પહોંચશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ યુવાઓને મુંબઈ અને દિલ્હીથી ગુજરાત પરત લાવવા અને તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે.
આ હેતુસર મુંબઈ અને દિલ્હી ખાતે વોલ્વો બસની સુવિધા તેમ જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી મોકલવામાં આવ્યા છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી યુક્રેન ગયા હોય તેવા કુલ 584 વ્યક્તિઓ ત્યાં ફસાયેલા હોવાની વિગતો હેલ્પલાઈન અને ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેના અનુસંધાને પણ મુખ્યમંત્રી સતત ચિંતા કરીને આ લોકોને પણ સહીસલામત ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી અને કેદ્ર સરકાર સાથે સંકલનમાં છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, દિલ્હી અને મુંબઈથી જે યુવાનો આવશે તેમને અમદાવાદથી પોતાના વતન જિલ્લામાં જવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. તથા જે વિદ્યાર્થીઓને અમદાવાદમાં રોકાણ માટેની જરૂરિયાત હોય તેમના માટે કેસીજીમાં વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, ગુજરાતના જે યુવાનો યુક્રેનમાં છે અને વર્તમાન સ્થિતિમાં ફસાઈ ગયા છે તે તમામ યુવાનોને સહીસલામત પરત લાવવા માટેની વ્યવસ્થાઓ માટે મુખ્યમમંત્રી એ રાજ્યના વહીવટીતંત્રને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપી રહ્યા છે.
/ એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાથી મુંબઈ પહોંચ્યું, 219 ભારતીયો સુરક્ષિત પરત ફર્યા
/ કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા ભાજપને ખુલ્લુ આમંત્રણ આપતા રાહુલ ગાંધી
/ યુક્રેનના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે કરી વાત, UNSCમાં સમર્થનની કરી અપીલ
/ મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત
/ મ્યુનિ. શાળાઓમાં પ્રવાસી શિક્ષકની પ્રથા દાખલ કરાઇ
/ ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ
/ પૂર્વ બોક્સર અને મેયરે પોતાના દેશની ઈજ્જત બચાવવા દુશ્મનો સામે ઉપાડી બંદૂક
