Not Set/ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી : 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે

પશુધન નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતી થઈ ખોટા પ્રમાનપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે કૃષિ વિભાગ અને BSF ની ભરતીમાં કૌભાંડ LRD મુદ્દે મનીષ દોશીએ કર્યા સરકાર પર પ્રહાર સરકાર 64 દિવસ બાદ વાત સાંભળવા તૈયાર થઈ સરકારી ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ […]

Ahmedabad Gujarat
  • પશુધન નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતી થઈ
  • ખોટા પ્રમાનપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી
  • 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે
  • કૃષિ વિભાગ અને BSF ની ભરતીમાં કૌભાંડ
  • LRD મુદ્દે મનીષ દોશીએ કર્યા સરકાર પર પ્રહાર
  • સરકાર 64 દિવસ બાદ વાત સાંભળવા તૈયાર થઈ

સરકારી ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમને જણાવ્યુંહતું કે,  ખોટા પ્રમાણપત્રોથી આરોગ્ય,કૃષિ, ગ્રામસેવક,શિક્ષક સહિતની ભરતીમાં ગેરરીતી થઈ છે. કોંગ્રેસપક્ષનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશી દ્વારા પર્દાફાશ પશુધન નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતી થઈ છે. ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી  છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. કૃષિ વિભાગ અને BSF ની ભરતીમાં પણ કૌભાંડ થયા છે.

મનીષ દોશીએ સરકાર પર આક્રરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, LRD મુદ્દે સરકાર 64 દિવસ બાદ વાત સાંભળવા તૈયાર થઈ હતી. ભાજપની સરકારમાં આંદોલન થાય છે. તેમાં અનેક સરકારી મિલકતોને નુકશાન થયું છે. સરકાર તરફથી અનામત અને બિન અનામત વર્ગને અન્યાય થયો છે. વહીવટી તંત્ર પર રૂપાણી સરકારની પકડ રહી નથી. સરકારના ઈસારે નિયમોમાં મફેરબદલી થાય છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.