Bhavnagar News/ રખડતા શ્વાને નવજાત શિશુને ફાડી ખાધુ, બાળકના વાલીની તપાસ શરૂ

આ શિશુ કોનું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી

Gujarat

Bhavnagar News : ગુજરાતમાં અનેક ઠેકાણે રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળે છે. આવા શ્વાન દ્વારા હુમલાની જીવલેણ ઘટનાઓ પણ સામે આવે છે. અમદાવાદમાં સોમવારે રાત્રે પાલતુ રોટવિલર શ્વાને એક બાળકી પર હુમલો કર્યાની ઘટના સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. આ ઘટનાનો સરકારની કેબિનેટની બેઠકમાં પણ પડઘો પડ્યો હતો. જે અંગે સરકાર દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.હવે ભાવનગરમાં રખડતા શ્વાને નવજાત શિશુને ફાડી ખાધુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ભાવનગરના તિલકનગર વિસ્તારમાંથી શ્વાને ફાડી ખાધેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. રોડ ઉપરથી આ શિશુ મળી આવતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.આ શ્વાન નવજાત શિશુને ક્યાંથી લાવ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. નવજાત શિશુના વાલી વારસા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ નવજાત શિશુ મૃત હોય અને તેની અંતિમવિધિ કરવામાં આવી હોય ત્યાંથી શ્વાન શિશુને લઈ આવ્યું કે કેમ તે અંગે પણ ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત કોઈએ આ બાળકને ત્યજી દીધું છે કે શું તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ ભાવનગર શહેરમાંથી શિવ અમૃત સોસાયટી પાસે અવાવરૂ જગ્યામાં સવારે ચાલવા નીકળેલા લોકોને જીવિત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક 108નો કાફલો ઘટના પહોંચ્યો હતો. આ શિશુ કોનું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ બે મહિનામાં આ બીજી ઘટના સામે આવી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી ઘરેણા અપાતા ચકચાર મચી

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપનાં કોર્પોરેટરની પોસ્ટથી વિવાદ

આ પણ વાંચો:પાટીદાર યુવકના આપઘાત મામલે રીબડાના આગેવાનોનું કલેક્ટરને આવેદન