Rajkot news રાજકોટમાં રહેતી મૂળ અમરેલીની યુવતી પર દુષ્કર્મના મામલે પાટીદાર યુવક અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેની સ્યુસાઈડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિં જાડેજાનાં નામનો ઉલ્લેખ કર્યો હતો.
મૃતક યુવકની તરફેણમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની આગેવાનીમાં મૃતક યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી નાખ્યો હતો. જોકે, પોલીસ દ્વારા એસઆઈટીની તપાસની બાહેંધરીનું વચન આપવામાં આવતા મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. જે દરમિયાન આજે રીબડાથી મોટી સંખ્યામાં જનતા અને આગેવાનો રાજકોટ ખાતે પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદન આપ્યું હતું. તેમજ સમગ્ર મામલે યોગ્ય નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તેની માંગણી કરવામાં આવી હતી.
રીબડાના આગેવાન મનસુખભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર સામે જે આક્ષેપો કરાયા છે. તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જેથી રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આજે રાજકોટમાં રેલી યોજવામાં આવી હતી. તેમજ કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું. પાટીદાર યુવકની આત્મહત્યા અંગે ક્ષત્રિય આગેવાન પી. ટી જાડેજાએ જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં એકઠા થયા છીએ. તેમજ રીબડાના અનિરુદ્ધસિંહ સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે. તેની યોગ્ય તપાસ થાય.
આ અંગે પોલીસ તપાસ હાથ ધરાઈ છે. યુવતી સાથે થયેલા દુષ્કર્મ મામલે પણ મેડીકલ ચેકઅપ થયું જોઈએ, તેની પણ તપાસ થવી જોઈએ કે, યુવતી દ્વારા કરાયેલી ફરિયાદ સાચી છે કે ખોટી, આ બાબતે અમે આજે કલેક્ટરને આવેદન કરવા માટે આવ્યા છીએ. અમને પોલીસ તેમજ ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. જે ગુનેગાર હોય તેની સામે કડક પગલાં લેવા જોઈએ. તેમજ જે સ્યુસાઈડ નોટમાં અલગ અલગ અક્ષરો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે તો જો અમિત ખૂંટે દુષ્કર્મ ન કર્યું હોય તો તે અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
