Ahmedabad News: અમદાવાદમાં હંમેશા વિવાદમાં રહેતું કાલુપુર સ્વામીનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે હમેશા વિવાદમાં રહેવા માટે જાણીતું છે તે ફરીથી વિવાદમાં આવ્યું છે.
આ વખતના વિવાદમાં જોઈએ તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ એક પરણિતાને લઇને ફરાર થઇ ગયા હોય તેવ્યું સામે આવ્યું હતુ. જો કે એ પરણિત મહિલા ડાંગરિવા ગામની હોવાનું સામે આવ્યું છે અને મંદિર દ્રારા એક પત્રિકા બહાર આવી હતી. આ આખો વિવાદ 2019નો છે અને તેના પર ઢાંકપિછોડો કરવા માટે મંદિરે ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી.
તેના લીધી આ મામલો સામે આવ્યો છે.. જો કે સિદ્ધસ્વર સાધુના ગુરુ અગાઉ પણ બાળકો પર ઢોર માર મારતા હોવાના મામલામાં સામે આવ્યા હતા અને હવે ગુરુ જેવા ચેલા પણ પરણિતાને ભગાવી જવાની ઘટનામાં સામે આવ્યા છે. પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે, કાલુપુર સ્વામીનારાયણ કોઈને કોઈ બાબતોને લઈને હંમેશા વિવાદમાં આવતું જ રહેતુ હોય છે. અગાઉ પણ કાલપુર સ્વામિનારાયણ મંદિર ના જ એક સાધુ પર યુવકને માર મારવા અને ધમકી આપવા અંગેની કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ જોતાં તો એમ જ કહી શકાય કે આ કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે કે જાણે વિવાદોનો મધપૂડો છે.
આ મંદિરના સાધુ કે ગુરુ ક્યારે બાળકોને ઢોર માર મારે, કોઈ સાધુ પરીણિતાને ભગાડી જાય, કોઈ સાધુ યુવકને માર મારે અને જાનથી મારી નાખવાની ધમકી આપે તો આપણને બધાને આ લોકોના સાધુ હોવા અંગે સવાલ થાય છે. શું કપડા બદલવાથી નિયત કે સ્વભાવ બદલાઈ જાય છે. કાલુપુર મંદિરનો ઇતિહાસ જોતા લાગે છે કે જાણે તે વિવાદોનું નારાયણ છે. ઇશ્વરની પૂજા અને આસ્થાના નામે હરિભક્તોની શ્રદ્ધા સાથે કાલુપુરુ સ્વામિનારાયણ મંદિર રમત રમે તે યોગ્ય છે.
આ પણ વાંચો: Gujarat/અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના
આ પણ વાંચો: ફરીથી વિવાદમાં આવ્યું કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સાધુ માધવપ્રિયદાસ પરણિતાને લઇ ફરાર
