Not Set/ SMPIC ના કલ્ચર ફેસ્ટીવલમાં સ્ટુડન્ટ્સના પરફોમન્સ છવાયા

અમદાવાદ   અમદાવાદ સ્થિત એસએમપીઆઇસી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટની ફેકલ્ટી ઓફ કોમર્સ દર વર્ષે કલ્ચર ફેસ્ટીવલ ઉજવે છે.કલફેસ્ટ(ફેક્ટસ) તરીકે જાણીતા આ સાંસ્કૃતિક ફેસ્ટીવલની આ વર્ષની થીમ ઇન્ડિયન કલ્ચર પર હતી.રાજપથ ક્લબમાં ઉજવાયેલાં આ ફેસ્ટીવલમાં કોલેજના ત્રણેય વર્ષના સ્ટુડન્ટ્સે ભાગ લઇને પરફોમન્સ આપ્યું હતું. આ ફેસ્ટીવલમાં ટાઇગર ઝીંદા હૈ ફેઇમ એક્ટર પરેશ પાહુજા અને ઇન્ડિયાસ નેક્સ્ટ ટોપ મોડલ […]

Gujarat

અમદાવાદ

 

અમદાવાદ સ્થિત એસએમપીઆઇસી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટની ફેકલ્ટી ઓફ કોમર્સ દર વર્ષે કલ્ચર ફેસ્ટીવલ ઉજવે છે.કલફેસ્ટ(ફેક્ટસ) તરીકે જાણીતા આ સાંસ્કૃતિક ફેસ્ટીવલની આ વર્ષની થીમ ઇન્ડિયન કલ્ચર પર હતી.રાજપથ ક્લબમાં ઉજવાયેલાં આ ફેસ્ટીવલમાં કોલેજના ત્રણેય વર્ષના સ્ટુડન્ટ્સે ભાગ લઇને પરફોમન્સ આપ્યું હતું.

આ ફેસ્ટીવલમાં ટાઇગર ઝીંદા હૈ ફેઇમ એક્ટર પરેશ પાહુજા અને ઇન્ડિયાસ નેક્સ્ટ ટોપ મોડલ સીઝન-2ના રીયા સુબોધ જજ તરીકે હાજર રહ્યા હતા.પરેશ અને રીયા એસએમપીઆઇસીના પુર્વ વિદ્યાર્થીઓ છે.

આ ઇવેન્ટમાં 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.ફેસ્ટીવલમાં દેશભક્તિના ગીતો,તારક મહેતા કા ઉલટા ચશ્મા,કોલેજ લાઇફ જેવા પરફોમન્સ પ્રદર્શિત થયા હતા.ફેસ્ટીવલમાં નીયો ફેશન શો અને ઇન્ડિયન કલ્ચર ફેશન શો પણ પરફોમ કરવામાં આવ્યા હતા.

ઇવેન્ટને કોમર્સ ફેકલ્ટીના ડીન ડો.અશ્વીન પુરોહીતનું માર્ગદર્શન મળ્યું હતું,જ્યારે જીએલએસ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ સુધીર નાણાંવટી હાજર રહ્યાં હતા.