Surat News/ ટેમ્પો ચાલક બન્યો બેફામ, સૂતેલા નાના બાળક પર ટેમ્પો ચઢાવીને કચડ્યો, માતાની નજર સામે જ બાળકનું મોત

સુરતમાં માતાની નજર સામે સૂતેલા નાના બાળકનું મોત થતા અરેરાટા વ્યાપી છે. મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, ટેમ્પો ચાલક ગાડીમાં ગીતો સાંભળતો હતો અને લોકોની બૂમો પણ સાંભળી શક્યો નહોતો.

Gujarat Surat

Surat News : સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક માતાની નજર સામે જ તેના અઢી વર્ષના માસૂમ પુત્રનું કરુણ મોત થયું છે. સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર બનેલી આ ઘટનામાં, કંપનીના ગેટ પર સૂતેલા બાળક પર એક ટેમ્પો ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, પુષ્પેન્દ્ર પાલ અને સંગીતા પાલ તેમના બે પુત્રો સાથે સચિન ચાર રસ્તા પાસે સાઈનાથમાં રહે છે. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સંગીતા સચિનના હોજીવાલા ખાતે પેપર કટિંગનું કામ કરે છે. રોજીંદી જેમ સંગીતા તેના બે વર્ષના પુત્ર રોહિતને કામ પર લઈ ગઈ હતી. અન્ય મહિલાઓ પણ તેમના બાળકોને સાથે લઈને આવી હતી. રોહિતને ઊંઘ આવતા સંગીતાએ તેને નજીકમાં જ સૂવડાવ્યો હતો અને ફરીથી કામમાં લાગી ગઈ હતી.

થોડી જ વારમાં, કંપનીનો ટેમ્પો ચાલક આવ્યો અને સૂતેલા રોહિત પર ટેમ્પો ચલાવી દીધો. માતા સંગીતાની નજર સામે જ આ દુર્ઘટના બની હતી. તેણે બૂમાબૂમ કરી મૂકી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રોહિતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બાળકની માતા સંગીતા પાલે જણાવ્યું હતું કે કામ પર મારા બાળકને સાથે લઈ ગઈ હતી. અન્ય મહિલાઓ પણ તેમના બાળકોને રોજે લઈને આવે છે. અને મારો બાળક અન્ય એક બાળક સાથે નીચે સૂવી રહ્યો હતો. તે દરમિયાન જ અમારો કંપનીનો જ ટેમ્પો લઈ ચાલક આવી પહોંચ્યો હતો અને બાળકને કચડી નાખ્યો હતો. મેં ટેમ્પો ચાલકને બૂમો પણ પાડી હતી. પરંતુ ટેમ્પો ચાલાકે બાળકને કચરી નાખ્યો હતો બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ લઈ આવી પહોંચ્યા હતા. પરંતુ તબીબોએ બાળકને મૃતક જાહેર કર્યો હતો.

આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રોહિતની માતા સંગીતાએ જણાવ્યું હતું કે, ટેમ્પો ચાલકને ખબર હતી કે ત્યાં બાળકો સૂતા હોય છે, છતાં તેણે બેદરકારી દાખવી. રોહિતના કાકાએ જણાવ્યું હતું કે, ટેમ્પો ચાલક ગાડીમાં ગીતો સાંભળતો હતો અને લોકોની બૂમો પણ સાંભળી શક્યો નહોતો. પરિવારે ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સચિન પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ઉધનામાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામની ગેંગ પર કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’

આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત