Not Set/ ઉનાળા વેકેશનમાં ટ્રેનોમાં વધ્યુ વેઇટિંગ લિસ્ટ, મુસાફરો મુકાયા હાલાકીમાં

ઉનાળાનાં વેકેશનની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના બાળકોને ફરવા કે મામાનાં ઘરે અથવા પોતાના ગામે લઇ જતા હોય છે. સ્થળ જો દૂર હોય ત્યારે લોકો મુસાફરી માટે ટ્રેનમાં બેસી જવુ વધુ પસંદ કરે છે. પરંતુ તે વાત પણ સાચી છે કે આ વિચાર 80 ટકા લોકો રાખતા ટ્રેનની ટીકિટ મળવી મુશ્કિલ બની જાય […]

Top Stories Ahmedabad Gujarat Others

ઉનાળાનાં વેકેશનની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના બાળકોને ફરવા કે મામાનાં ઘરે અથવા પોતાના ગામે લઇ જતા હોય છે. સ્થળ જો દૂર હોય ત્યારે લોકો મુસાફરી માટે ટ્રેનમાં બેસી જવુ વધુ પસંદ કરે છે. પરંતુ તે વાત પણ સાચી છે કે આ વિચાર 80 ટકા લોકો રાખતા ટ્રેનની ટીકિટ મળવી મુશ્કિલ બની જાય છે. સમસ્યાઓ ત્યારે વિકટ બને છે જ્યારે ટીકિટ તો મળી જાય પરંતુ તે ટીકિટ વેઇટિંગ લિસ્ટમાં હોય. જે કંન્ફોર્મ ન થાય ત્યા સુધી રાહ જોવી પડે.

ઉનાળાનું વેકેશન એટલે હરવા-ફરવા માટેનો સમય. જેનો દરેક આનંદ લેવા ઇચ્છતા હોય છે. વેકેશનની મજા લેવા જે સ્થળ પસંદ કર્યુ હોય તે જો દૂર હોય ત્યારે વિકલ્પ રૂપે લોકો ટ્રેનને જ પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળા વેકેશનમાં ટ્રેનની શું હાલત હોય છે? જેનું તાજુ ઉદાહરણ સામે આવી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, ઉનાળા વેકેશનમાં ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ વધી જતા મુસાફરોને પારાવાર હાલાકીમાં મુકાવું પડી રહ્યું છે. ભારે અરાજકતા સર્જાતી સ્થિતિને કાબૂમાં લેવા માટે પશ્ચિમ રેલવે દ્વારા તાબડતોડ ૯ ટ્રેનોમાં વધારાનાં કોચ જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, અમદાવાદથી નિકળતી ૬ ટ્રેનોમાં વધારાનાં પાંચ સ્લીપર ક્લાસ કોચ જોડાશે. જેના થકી રેલવેનાં સામાન્ય વર્ગનાં મુસાફરોને મોટી રાહત મળી રહેશે.