રાજકોટમાં હાલની કોરોનાવાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવનારા તહેવારોના દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હથિયાર બંધી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુંરાજકોટમાં ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના 22માં અધિનિયમની કલામ 39(1) અન્વયે કાઢેલા હુકમ પ્રમાણે બહાર પાડવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં મકરસંક્રાંતિ ઉપરાંત 31 ડિસેમ્બર જેવા ખાસ દિવસો આવતા હોય છે ત્યારે તહેવારોની ઉજવણી માટે એકત્ર થતી ભીડ પર જોખમ ઊભું ન થાય તેમજ જુદી જુદી ધાર્મિક શોભાયાત્રાઓ તથા ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ ધારણા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, ત્યારે હાલની આંતકવાદી પ્રવૃત્તિ લક્ષમાં લેતા કોઈપણ પ્રકારનો સુલેહ શાંતિનો ભંગ ન થાય જાહેર સલામતી તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માણસો લાઇસન્સ વાળા હથિયારો જાહેર જગ્યાઓમાં લઈને ફરતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત કેટલાક તત્વો લોનના હપ્તા ઉઘરાવે છે જમીનના વિવાદોમાં જઈ લાઇસન્સ વાળા હથિયારોનો ઉપયોગ કરે છે.આ તમામ પર કાયદાનો ગાળિયો કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
