Politics/ કોંગ્રેસમાં એક સપ્તાહ લાંબું મંથન, સોનિયા ગાંધી મળશે તમામ દિગ્ગજોને

આઝાદી પછીના દેશના રાજનૈતિક ઈતિહાસના સૌથી કંગાળ દોરમાં કોંગ્રેસ હાલમાં પહોંચી ચૂકી છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી આંતરિક ખેંચતાણ અને કલહ દૂર કરવા અંતિમ કોશિશ કરી રહ્યાં છે.

Top Stories India
  • પાર્ટી આંતરિક કલહને લીધે ભારે નુકસાનમાં,
  • કાયમી અધ્યક્ષ ચૂંટવા પણ ગહન ચિંતન
  • તમામ નેતાની ફરિયાદ વન ટૂ વન સાંભળશે

આઝાદી પછીના દેશના રાજનૈતિક ઈતિહાસના સૌથી કંગાળ દોરમાં કોંગ્રેસ હાલમાં પહોંચી ચૂકી છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી આંતરિક ખેંચતાણ અને કલહ દૂર કરવા અંતિમ કોશિશ કરી રહ્યાં છે. શનિવારથી કોંગ્રેસ એક સપ્તાહ લાંબુ મંથન કરવા જઈ રહી છે.

sonia Gandhi Elected as Leader of Congress parilamentry Party– News18 Gujarati

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી શનિવારથી એક સપ્તાહ લાંબું મંથન-ચિંતન-સંવાદ કરવા જઈ રહી છે. પાર્ટી તેના સૌથી ખરાબ દોરમાં ચાલી રહી છે. જનાધાર સતત ઓછો થતો જાય છે. અને બાકી હોય તો પાર્ટીના જૂના જોગીઓ જ હવે જાહેરમાં બળાપો કાઢી રહ્યાં છે. 4 મહિના પહેલાં થયેલાં ચિઠ્ઠી કાંડના ઘા પણ તાજા જ છે. પક્ષના દિગ્ગજ નેતા અહમદ પટેલના નિધન બાદ તેમની ખોટ પણ પાર્ટીને છે. તો બીજી તરફ પક્ષના વફાદાર ગુલામ નબી આઝાદે જાહેરમાં કાઢેલા બળાપા અંગે પણ ચર્ચા કરવાની છે. સોનિયા ગાંધી તેમને પણ રૂબરૂ મળશે. આઝાદે કહ્યું હતું કે પક્ષનું જમીન સાથેનું જોડાણ ઓછું થઈ ગયું છે. ફાઈવ સ્ટાર કલ્ચરથી ચૂંટણી જીતી શકાય નહીં.

  • કપિલ સિબ્બલ-આઝાદની ચિઠ્ઠી મુદ્દે ચર્ચા
  • બંગાળ-તામિલનાડું ચૂંટણી અંગે પણ ચર્ચા
  • પક્ષના કાયમી અધ્યક્ષનો મુદ્દો ચર્ચાઈ શકે
  • નેતાઓની ફરિયાદ અંગે પણ સંવાદ
  • આંતરિક કલહ દૂર કરવા થશે પ્રયાસ

Karnataka FIR Registered Against Congress President Sonia Gandhi | સોનિયા ગાંધી સામે કર્ણાટકમાં નોંધાઈ FIR, પીએમ કેયર ફંડના દુષ્પ્રચારનો આરોપ

પક્ષમાં મોટાપાયે બદલાવની જરૂરિયાત હોવાનું પણ પક્ષના દિગ્ગજ નેતા જાહેરમાં કહી ચૂક્યાં છે. તેમના મુદ્દા અંગે પણ ચર્ચા થઈ શકે છે. સાથે જ પરિવાર બહાર પક્ષના અધ્યક્ષપદની કમાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પ.બંગાળ અને તામિલનાડુંમાં આવી રહેલી ચૂંટણીઓ અંગે પણ ચર્ચા આ બેઠક દરમિયાન કરાશે. જો કે સૌથી મોટી બાબત છે પક્ષના સૌથી જૂના નેતાઓની ચિંતાની દરકાર. કેમ કે જો સોનિયા ગાંધી એ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહ્યાં તો પછી કોંગ્રેસ માટે અંતિમ આશા પર પણ પૂર્ણવિરામ લાગી શકે છે.

બ્યૂરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ

બંટી ઓર બબલી / PM મોદીની સંસદીય કચેરી વેચવા કઢાઈ..!!…

Supreme Court / આ વેબ સીરીઝમાં અશ્લીલ સામગ્રી સંદર્ભે એકતા કપૂર માટે સુપ્રીમ…

Gandhinagar / ડ્રગ્સ કાંડ મામલે દીપિકા સહિતની અભિનેત્રીના ગેજેટ્સમાંથી FSL…

mega demolition / રાજકોટમાં મેગા ડીમોલેશન પાર્ટ 2 : કુલ આટલા ગેરકાયદે બાંધકામો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…