Rajkot News: રાજકોટ (Rajkot) એટલાન્ટિસ ફ્લેટમાં લાગેલી આગમાં 3 લોકોના મોત થયા છે. 3 મૃતદેહ બહાર કઢાયાની પોલીસે પુષ્ટિ કરી છે. હવે કોઇ ફસાયેલા ન હોવાનો ફાયરબ્રિગેડના ઓફિસરોએ દાવો કર્યો છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સોની પરિવારના સભ્યો આગમાં ફસાઈ ગયા હતા. એક બાળક સહિત પાંચ લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે કાચ તોડીને લોકોને બચાવ્યા છે.

ધુમાડો બહાર કાઢવા માટે ઇમારતનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાયર વિભાગ એક પછી એક લોકોને આગમાંથી બહાર કાઢી રહ્યાં છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બચાવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજકોટના એક પ્રખ્યાત ઝવેરીના માલિક અને પ્રખ્યાત ડોકટરોનો પરિવાર આ એટલાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે. આ સમગ્ર ઘટનામાં પ્રાપ્ત માહિતી અનુસાર, બે ફાયર ફાઇટર અને એક સ્થાનિક વ્યક્તિના મોત નિપજ્યાં છે, હાઇડ્રોલિક સીડીની મદદથી બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું
