Crime/ કુબેરનગરમાં ચાર કલાકમાં જ આત્મહત્યાના ઉપરાછાપરી બે બનાવ, સમગ્ર વિસ્તાર શોકમગ્ન

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગઈ કાલે માત્ર ચાર કલાકના ગાળામાં બે આત્મહત્યાના બનાવો બની જતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે બંને બનાવોમાં અકસ્માતમાં મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   ગઈ કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ કુબેરનગરમાં એફ વૉર્ડમાં ઘર નંબર 15ની અંદર રહેતા રાહુલ છાબડાએ ગઈ કાલે અગમ્ય કારણસર […]

Ahmedabad Gujarat

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગઈ કાલે માત્ર ચાર કલાકના ગાળામાં બે આત્મહત્યાના બનાવો બની જતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે બંને બનાવોમાં અકસ્માતમાં મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ગઈ કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ કુબેરનગરમાં એફ વૉર્ડમાં ઘર નંબર 15ની અંદર રહેતા રાહુલ છાબડાએ ગઈ કાલે અગમ્ય કારણસર પોતાના રૂમના પંખાની સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘરના સભ્યોએ રાહુલને પંખા ઉપરથી ઉતારીને તાબડતોડ હોસ્પિટલ પહોંચાડવાની કોશિશ કરી હતી. જોકે, રાહુલે દમ તોડી દેતા ડોક્ટરોએ મૃત જાહેર કરીને પોલીસને જાણ કરી હતી. સરદારનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું.

 

બીજી તરફ ચાર કલાકના ટૂંકા ગાળામાં ફરીથી કુબેર નગરમાં આત્મહત્યાનો બનાવ સામને આવ્યો હતો. એ વૉર્ડમાં 159 નંબરના મકાનમાં રહેતા કિશોરભાઈ ચારણે પોતાની કરિયાણાની દુકાનમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું.સરદાર નગર પોલીસે આ બનાવની પણ અકસ્માતના ગુનાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

 

બંને બનાવોમાં આપઘાત કરવાનું કારણ પોલીસને પ્રાપ્ત થયું નથી. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માત્ર ચાર કલાકના સમયગાળામાં બે આત્મહત્યાના બનાવો બનતા સમગ્ર વિસ્તારમા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…