Jamnagar News: સૌરાષ્ટ્રનું પેરિસ, છોટી કાશી અને વિશ્વભરમાં ‘બ્રાસ સિટી’ તરીકે જાણીતું જામનગર શહેર આજે એક ગંભીર પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યું છે. હજારો ઉદ્યોગો ધરાવતું અને વૈશ્વિક સ્તરે બ્રાસ પાર્ટ્સ નિકાસ કરતું આ ઐતિહાસિક શહેર હવે ધીમે ધીમે ‘કેમિકલયુક્ત નગર’ (Jamnagar Pollution) બની રહ્યું હોય તેવું ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે.
શહેરના કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના નિયમોને નેવે મૂકીને કેમિકલયુક્ત (Jamnagar Pollution) ઝેરી પાણી ખુલ્લેઆમ નદી-કેનાલોમાં છોડવામાં આવી રહ્યું છે. નદીઓમાં ગંદકી અને દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્થાનિકો અને તંત્ર બંનેનો પક્ષ જાણીને વાસ્તવિકતા સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જામનગરની ઓળખ સમાન રંગમતી અને નાગમતી નદીમાં ફેક્ટરીઓ દ્વારા પ્રક્રિયા કર્યા વગરનું કેમિકલયુક્ત (Jamnagar Pollution) પાણી છોડી દેવામાં આવે છે. આ ઝેરી પાણી આગળ જતાં દરિયામાં ભળે છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, આ કેમિકલયુક્ત પાણીના કારણે આસપાસના વિસ્તારની પીવાની પાઇપલાઇનો અને બોરવેલમાં પણ દૂષિત પાણી ભળી જવાની ગંભીર ફરિયાદો ઊઠી છે.
વિસ્તારના ચોમાસા દરમિયાન અને સામાન્ય દિવસોમાં ભરાતા દૂષિત (Jamnagar Pollution) પાણી અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા સ્થાનિક રહીશે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
“અહીં નદી અને આસપાસના વિસ્તારમાં ગંદકી અને પાણી ભરાવાની મોટી સમસ્યા છે. ચોમાસા દરમિયાન તથા સામાન્ય દિવસોમાં પણ દૂષિત પાણી અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય રહે છે. સ્થાનિક રહીશો તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, છતાં હજુ સુધી આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી.”
સ્થાનિકોના ગંભીર આક્ષેપો સામે GPCB અને સ્થાનિક મહાનગર પાલિકા તંત્રનો દાવો છે કે તેઓ સમયાંતરે ઉદ્યોગોની તપાસ કરે છે અને નિયમભંગ કરનારા એકમો સામે કાર્યવાહી કરે છે. પરંતુ રહીશોનું કહેવું છે કે તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવે છે. આ સમગ્ર મામલે તંત્રના જવાબદાર અધિકારીએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ સફાઈ અને નિકાલ અંગે ખાતરી આપી છે.
“અમે વિસ્તારની આ સમસ્યા અંગે જાગૃત છીએ. નદી અને ગટર વ્યવસ્થાની સફાઈ તેમજ પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. સંબંધિત વિભાગને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ યોગ્ય કામગીરી હાથ ધરીને રહીશોની સમસ્યા ઉકેલવામાં આવશે.”
Jamnagar Pollution:GPCB અને મનપાની કામગીરી સામે સવાલ
ઉદ્યોગો અને વિકાસની દોડમાં પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે હવે સવાલ એ જ ઊભો થાય છે કે શું જામનગરના નાગરિકોને આ દૂષિત પાણી અને ગંદકીમાંથી મુક્તિ મળશે કે પછી માત્ર આશ્વાસનોથી જ ચલાવવું પડશે?
@હિરેન ગાંધી
આ પણ વાંચો:દહેગામ નજીક કેમિકલયુક્ત પાણી ઠલવાતા લોકો અને પશુધનના સ્વાસ્થ્ય પર ખતરો
